Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

2014ની લોકસભા ચૂંટણી જીતવા ભાજપાએ મારો ઉપયોગ કર્યો : મોદી સરકાર લોકોને ગેરમાર્ગે દોરે છે : અન્ના હજારે

લોકપાલ બિલ માટેની મારી લડતને કારણે ભાજપ અને આપ સત્તામાં આવ્યા :મારી 90 તા માંગણી સંતોષાઈ હોવાનો પ્રચાર જુઠ્ઠો :મારી સાથે વાટાઘાટો કરવા કોઈ આવ્યું નથી

 

મુંબઈ :જાણીતા સમાજસેવી અન્ના હજારે છેલ્લા દિવસથી સરકારની વિરુદ્ધ વિવિધ માંગણીઓને લઈને રાલેગણ સિદ્ધીમાં ઉપવાસ પર બેસેલા છે અન્ના હઝારેએ જણાવ્યું હતું કે વર્ષ 2014ની લોકસભાની ચૂંટણી જીતવા માટે ભાજપે મારો ઉપયોગ કર્યો હતો.

 અન્નાએ જણાવ્યું હતું,“ભાજપે મારો ઉપયગો કર્યો હતો તે સૌ કોઈ જાણે છે, લોકપાલ બિલ લાગુ કરવાની લડત મારી હતી, જેના કારણે ભાજપ અને આપ સત્તા પર આવી હતી.જોકે હવે મને તેમના માટે કોઈ સન્માન રહ્યું.નથી 

  વડા પ્રધાન મોદીના નેતૃત્વની સરકાર લોકોને ગેરમાર્ગે દોરી રહી છે. દેશમાં આ સરકાર આપદુખશાહી સ્થાપવા માંગે છે. અન્નાએ જણાવ્યું,“આખરે ક્યાં સુધી આવું ચાલશે. મહારાષ્ટ્ર સરકાર જુઠ્ઠો પ્રચાર કરી રહી છે કે મારી 90 ટકા માંગણીઓ સંતોષી લેવાઈ છે, જે ખોટી વાત છે. રાજ્ય સરકાર કહે છે કે કેન્દ્ર સરકારના મંત્રી આવશે અને મારી સાથે વાટાઘાટો કરશે, પરંતુ કોઈ આવ્યું નથી.”

  અત્રે ઉલ્લેખનીય છે કે અન્ના હઝારે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને પણ મંચથી દૂર રાખવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું હતું કે કેજરીવાલ આવે તો તેમનું સ્વાગત છે પરંતુ હું તેમને મંચ પર સ્થાન નહીં આપું

 

(11:49 pm IST)