Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

પ્રત્યાર્પણ વિરુદ્ધ અપીલ કરવા વિજય માલ્યાને 14 દિવસનો સમય અપાયો

નવી દિલ્હી :બહારતીય બેંકો સાથે કરોડોની છેતરપિંડી આચરીને ભાગી ગયેલ વિજય માલ્યાના પ્રત્યાર્પણની મંજૂરી મળી છે યુકેના હોમ સેક્રેટરી સાજિદ જાવિદે સોમવારે માલ્યાના પ્રત્યાર્પણ આદેશ પર હસ્તાક્ષર કરી દીધા છે જેને ભારતની ડિપ્લોમેટીક જીત તરીકે જોવામાં આવી રહી છે.

   ગૃહ વિભાગ તરફથી જણાવાયુ કે વિજય માલ્યા ઔપચારીક રીતે હજુ અપીલ કરી શકે છે. પોતાના પ્રત્યાર્પણની વિરૂદ્ધ અપીલ કરવા માટે વિજય માલ્યા પાસે 14 દિવસનો સમય છે.

   વિજય માલ્યા ઉપર ભારતીય બેંકો સાથે રૂપિયા 9000 કરોડની છેતરપિંડી અને મની લોન્ડ્રિંગનો આરોપ છે. ભારત અને બ્રિટન વચ્ચેની પ્રત્યાર્પણ સંધિ અંતર્ગત ચીફ મેજીસ્ટ્રેટના નિર્ણયને હોમ સેક્રેટરી પાસે મોકલવામાં આવ્યો હતો. કારણ કે માલ્યાના પ્રત્યાર્પણ આદેશને ઇસ્યુ કરવાનો અધિકાર યુકેના હોમ સેક્રેટરી પાસે છે.

(11:28 pm IST)