Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

મોદી સરકારનો મોટો વિજય :ભાગેડુ વિજય માલ્યાને ભારતને હવાલે કરી દેવાના હુકમો: સોશ્યલ મીડિયા ઉપર મોદી સરકાર ઉપર અભિનંદન વર્ષા

ટ્વિટર ઉપર રમઝટ, વિજય માલ્યા પછી હવે નીરવ, મેહુલનો વારો :જેવા લખાણોની ધૂમ મચી

નવી દિલ્હી :કેન્દ્રની મોદી સરકારને મોટી સફળતા મળી છે અને ભાગેડુ લિકર કિંગ વિજય માલ્યાને ભારતને હવાલે કરવા બ્રિટેનના ગૃહપ્રધાને હુકમો કરતી મંજૂરી આપી છે અને ભારતમાં શરાબના કારોબારી રહેલા વિજય માલ્યાના સમર્પણ માટેનો આદેશ આપ્યો છે. 9 હજાર કરોડ રૂપિયાથી વધુના ગોટાળા અને મની લોન્ડ્રિંગના કેસમાં વિજય માલ્યાનું સમર્પણ માટે ભારતીય સરકારી એજન્સી લાંબા સમયથી પ્રયત્ન કરતી હતી.
 વિજય માલ્યાના પ્રત્યાર્પણ માટે મંજૂરી મળતા સોશ્યલ મીડિયામાં જબરજસ્ત ઉત્સાહ સાથે મોદી સરકાર પર અભિનંદન વર્ષા થઇ રહી છે અને વિજય માલ્યા બાદ હવે નીરવ મોદી અને મેહુલ ચોક્સીનો વારો છે તેવા લખાણોએ ધૂમ મચાવી છે

(11:20 pm IST)