Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

સરકાર ઇ-નામ પ્રોજેક્ટને ફાસ્ટ ટ્રેક બનાવશે, વધુ સાત રાજ્યોને જોડશે

રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, મહરાષ્ટ્ર, પંજાબ, હરિયાણા અને તમિલનાડુના મુખ્ય બજારોને એકિકૃત કરવામાં આવશે

નવી દિલ્હી :કૃષિ બજારોને ડિજિટલ બનાવવા માટે સરકાર શરૂ કરેલી ઇલેક્ટ્રોનિક નેશનલ એગ્રિકલ્ચર માર્કેટ (ઇ-નામ) પ્રોજેક્ટના ઝડપી અમલીકરણ માટે તેને ફાસ્ટ ટ્રેક કરાશે. હવે વધુ રાજ્યોને આ ઇ-નામ યોજના હેઠળ આવરી લેવાનો પ્રયત્ન કરાશે. જેનાથી ખેડૂતોને મહત્તમ ભાવ પુરો પાડવામાં અને રાજ્યો વચ્ચે આંતરિક વેપારને પ્રોત્સાહન મળશે. ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, આગામી સપ્તાહની અંદર રાજસ્થાન, પંજાબ, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશને આ ઇ-નામ પ્રોજેક્ટમાં સાંકળી લેવામાં આવશે. તેમજ આગામી એક મહિનાના સમયગાળાની અંદર કુલ ૧૧ રાજ્યો સાથે અસર-પસર વેપાર કરવા માટે તૈયાર થઇ જશે.

  ઇ-નામ એક ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગ પોર્ટલ છે જે કૃષિ પેદાશોની માટે પ્રચલિત જથ્થાબંધ એમપીએમસીમાંથી યુનિફાઇડ નેશનલ માર્કેટ બનાવવાનું નેટવર્ક પુરું પાડે છે. પ્લેટફોર્મ ઉત્પાદકોને ઉત્કૃ બજાર મેળવવામાં મદદ કરે છે અને પોતાની કૃષિ પેદાશો માટે વ્યાપક બજારોની શોધખોળ ખરે છે અને ઊંચો ભાવ મેળવવામાં સક્ષમ બને છે.

  ગત મહિનાની શરૂઆતમાં રાજસ્થાન, ગુજરાત અને ઉત્તરપ્રદેશના કેટલાંક બજારોને પ્રાયોગિક ધોરણે જોડવામાં આવ્યા હતા અને કેટલાંક ઇન્ટર સ્ટેટ ટ્રેડર્સ પણ સેટલ કરવામાં આવ્યા હતા. ચાલુ સપ્તાહે રાજસ્થાનને પંજાબના અબોહાર માર્કેટ, ઉત્તરપ્રદેશમાં મથુરા અને મધ્યપ્રદેશમાં નિમચ સાથે જોડવામાં આવ્યા છે. તેનાથી રાજ્યોમાં રવિ ઘઉંની આવક બજારોમાં પહોંચતા તે પહેલાં જ સુવ્યવસ્થિત રીતે સંચાલન કરવામાં મદદ મળશે.

  ફેબ્આરીના અંત સુધીમાં રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, મહરાષ્ટ્ર, પંજાબ, હરિયાણા અને તમિલનાડુના મુખ્ય બજારોને એકિકૃત કરવામાં આવશે. સરકારી અધિકારીએ કહ્યું કે, કેરળ તેની પાસે એગ્રિકલ્ચર માર્કેટ કમિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી તેણે પણ રાજ્યના મુખ્ય છ બજારોને ઇ-નામ સાથે જોડવા અંગે રસ દર્શાવ્યો છે.

અધિકારીએ જણાવ્યું કે, ઇ-નામ ઉપર રાજ્યો ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, આંધ્રપ્રદેશ અને તેલંગાણા ઉપર પહેલાંથી ઇન્ટર સ્ટેટ ટ્રેડ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં ભારતના ૧૬ રાજ્યો અને પાંચ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ૫૮૫ રેગ્યુલેટેડ બજારો નરેન્દ્ર મોદી દ્વારા એપ્રિલ ૨૦૧૬માં શરૂ કરાયેલા ઇ-નામ પ્રોજેક્ટ હેઠળ સ્થળાંતરિત થઇ ગયા છે. હવે સરકારે માર્ચ ૨૦૨૦ સુધીમાં વધુ ૪૧૫ કૃષિ બજારોને આ ઇ-નામ હેઠળ આવરી લેવાનો નિર્ણય કર્યો છે. ગત ડિસેમ્બરમાં લગભગ ૬૪ લાખ બજારોએ ઇ-નામ પોર્ટલ ઉપર રૂ. ૫૮૯.૩ અબજના મૂલ્યના ૨૨૫ લાખ ટન કૃષિ પેદાશોના વેપાર કર્યા હતા.

(8:38 pm IST)