Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

''માનવ તસ્કરી'': ૩૦ હજારથી ૮૫ હજાર ડોલર જેટલી રકમ લઇ ૪૦૦ ભારતીયોને અમેરિકામાં ગેરકાયદે ઘુસાડયાઃ ભારતીય મૂળના ૬૦ વર્ષીય યાદવિન્દર સિંહ ભામ્બાની કબૂલાતઃ એપ્રિલ માસમાં સજા ફરમાવાશે

કૈતીઃ અમેરિકામાં આંતર રાષ્ટ્રિય માનવ તસ્કરી કૌભાંડ આચરવામાં મહત્વનો ભાગ ભજવવાના આરોપસર ભારતીય મૂળના ૬૦ વર્ષીય યાદવિન્દર સિંહ ભામ્બાની ૨૦૧૭ની સાલમાં ધરપકડ કરાઇ હતી. હૈતી, પ્યુટોરિકો ખાતે ચલાવાયેલા કોર્ટ કેસની કામગીરી દરમિયાન તેણે ૨૦૧૩ થી ૨૦૧૫ની સાલમાં ૪૦૦ જેટલા ભારતીયોને અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ માટે મદદ કરી હતી. તથા તે માટે તેણે ૩૦ હજારથી ૮૫ હજાર ડોલર જેટલી રકમ લીધી હોવાની કબૂલાત કરી છે. એપ્રિલ માસમાં તેને સજા ફરમાવાશે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:08 pm IST)