Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

એટલાન્ટામાં સુપર બાઉલની ટીકીટના કૌભાંડમાં એક મીલીયન ડોલર જેટલી રકમ લઇને રફુચક્કર થઇ ગયેલો જાણીતો બીઝનેસમેન કેતન શાહઃ પોતાની માતા જયાબેન પાસે ૩૬૦૦૦ ડોલર લઇ તેણીને નફા સહીત રકમ પરત ન કરીઃ જ્યોર્જીયા ઇન્ડો અમેરીકન ચેમ્બર ઓફ કોમર્સના બોર્ડ મેમ્બર તરીકે સત્તાવાળાઓએ સસ્પેન્ડ કર્યોઃ છેલ્લા એક મહીનાથી ગાયબ થઇ ગયેલા કેતન શાહની સત્તાવાળાઓએ શરૂ કરેલી શોધખોળ

(પ્રતિનિધિ કપિલા શાહ દ્વારા) શિકાગોઃ જ્યોર્જીયા રાજ્યના એટલાન્ટા શહેરમાં આજથી બે વર્ષ પહેલા મર્સીડીઝ બેન્ઝ કાર કંપનીએ રમતગમતને પ્રોત્સાહીત કરવા માટે એક અદ્યતન સ્ટેડીયમ બાંધેલ છે અને તેમાં ભીન્ન ભીન્ન પ્રકારની ગેઇમ્સો યોજવામાં આવે છે અને ચાલુ વર્ષે તેમાં ફુટબોલની રમત ફેબ્રુઆરી માસની ૩જી તારીખે રવીવારના રોજ યોજાનાર હોવાથી અમરેકીમાં વસવાટ કરતા તમામ લોકોનું ધ્યાન તેના પર કેન્દ્રીત થયેલું જોવા મળે છે. આ સ્ટેડીયમમાં સૌપ્રથમ વખત જ સુપર બાઉલની ફુટબોલની મેચ રમાવાની હોવાથી આ રમતના રસિયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળતો હતો અને તેઓ રમત નિહાળવા માટે ઉંચી કિંમતે મોંઘીદાટ ટિકીટો ખરીદવા થનગની રહ્યા હતા.

આ તકનો લાભ લેવા માટે એટલાન્ટાના જાણીતા બીઝનેસમેન કેતન શાહે કર્યો હોવાનું જાણવા મળે છે. અને તેણે એક કહેવાતા કૌભાંડનું આયોજન કરી પોતાના મિત્રોની પાસેથી નાણાં એકત્રિત કરી તેઓને આ ફુટબોલની રમતની ટિકીટો આપવાનું પ્રલોભન આપ્યું હતું અને જાણવા મળે છે તેમ તેમણે ૧ મીલીયન જેટલી માતબર રકમ એકત્રીત કરી ગયા મહીનાના બે-ત્રણ અઠવાડીયા પહેલા રફુચક્કર થઇ ગયો હતો.

આ અંગે વધારામાં જાણવા મળે છે તેમ કેતન શાહે પોતાની માતા જયાબેન પાસે છત્રીસ હજાર ડોલર પણ લીધા હતા અને તે દ્વારા ટિકીટોના વેચાણમાં જે નફો થાય તે આપવા જણાવ્યું હતું. પરંતુ હાલમાં તેમણે તે નાણાં ગુમાવ્યા હોવાનો અહેસાસ થઇ રહ્યો છે અને પોતાના પુત્રની સામે ફરિયાદ નકરવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે.

સુપર બાઉલના ગેઇમની તારીખ જેમ જેમ નજીક આવતી હતી તેમ તેમ જેમણે આ ગેઇમની ટિકીટ માટે નાણાં આપ્યા હતા તે તમામ લોકોએ કેતનનો સંપર્ક કેળવવા પ્રયાસ કર્યો, પરંતુ તે પલાયન થઇ ગયો હોવાનું જાણવા મળે છે અને તે તમામ લોકોએ સત્તાવાળાઓને ફરિયાદ કરી અને તેમણે તેની શોધખોળ શરૂ કરી પરંતુ તેનો પત્તો લાગ્યો ન હતો.

ભાગેડુ કેતન શાહ ડીજીટલ એકસપ્રેસ પ્રીન્ટંગ નામનો નાક્રોસ ટાઉનમાં બીઝનેસ ધરાવે છે અને તેથી સાથે સાથે જ્યોર્જીયા ઇન્ડો અમેરીકન ચેમ્બર ઓફ કોમર્સના બોર્ડ મેમ્બર તરીકે પણ ફરજ બજાવે છે. પરંતુ આ ચેમ્બરના સત્તાવાળાઓએ તેમને પોતાના હોદ્દા પરથી સસ્પેન્ડ કરી દીધા છે અને જે લોકોએ વિશ્વાસથી ફુટબોલની ગેઇમની ટિકીટો ખરીદવા નાણાં આપેલ તે સર્વેને રોવાનો સમય આવેલ છે. આ હેવાલ લખાઇ રહ્યો છે ત્યં સુધીમાં ગેઇમ શરૂ થઇ નથી તેથી કેતન શાહની સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી પરંતુ ત્યારબાદ જરૂરી કાર્યવાહ હાથ ધરવામાં આવશે એવું જાણવા મળે છે.

૩જી ફેબ્રુઆરીના રોજ લોસએન્જલસની ટીમ રેમ્સ અને ન્યુ ઇંગ્લેન્ડની ટીમ પેટ્રીઓટ વચ્ચે ફુટબોલની ગેઇમ રમાનાર છે.

 

(6:36 pm IST)
  • આવતીકાલે તમામ એસટી બસો રાજયભરમાં ચાલુ રહેશેઃ કોઇ હડતાલ નથીઃ યુનિયન અગ્રણી ઇંદુભા સાથે 'અકિલા'ની વાતચીતઃ ગાંધીનગર પહોંચ્યા... : એસ. ટી.ના ત્રણેય યુનિયનો દ્વારા કાલથી આંદોલન શરૂ થશે પણ હડતાલ નથી પાડવાનાઃ રાજયની તમામ બસો ચાલુ રહેશેઃ યુનિયન અગ્રણી ઇંદુભા સાથે 'અકિલા'ની વાતચીતઃ તેમણે જણાવ્યું કે બપોરે ૩ વાગ્યા બાદ મુખ્યમંત્રીને મળી રજૂઆતો થશે,જો નિર્ણય નહી આવે તો પ મી બાદ અમે તબક્કાવાર આંદોલનની નોટીસ આપીશું: સાતમા પગાર પંચ સહિત કૂલ ૮ જેટલા પ્રશ્નો અંગે લડત... access_time 3:39 pm IST

  • કોલકાતા પોલીસ વિરુદ્ધ સુપ્રિમકોર્ટનો દરવાજો ખટખટાવશે સીબીઆઈ :સીબીઆઈના વડા એમ, નાગેશ્વર રાવે કહ્યું કે આ મામલે અમે સુપ્રીમકોર્ટમાં જશું :રાજ્યની પોલીસ તપાસમાં સહયોગ કરતી નથી :કોલકાતામાં શારદા ચીટફંડ મામલે સીબીઆઈ તપાસમાં પહોંચી ત્યારે પોલીસે તેને અટકાવીને વોરંટ માંગ્યું :સીબીઆઈ ટીમની અટકાયત પણ કરાઈ હતી :સીબીઆઈના રાજ્યમાં પ્રવેશ અને પોલીસ કમિશનર ઓફિસે પહોંચવાના વિરોધમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી ધરણા પર બેઠા ;રાજ્યમાં ટીએમસી કાર્યકરોએ જબરો વિરોધ નોંધાવ્યો :વડાપ્રધાનના પૂતળા ફૂક્યા હતા access_time 1:28 am IST

  • કોલકતામાં મમતા બેનર્જીના ધરણા યથાવત :સમર્થન આપવા તેજસ્વી યાદવ અને કનિમોઝી પહોંચ્યા : આરજેડી નેતા તેજસ્વી યાદવ અને ડીએમકે સાંસદ કનિમોઝીએ મમતા બેનર્જીના ધરણા સ્થળે પહોંચી સરકાર પર નિશાન સાધ્યું હતું access_time 1:15 am IST