Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

અમેરિકાન કેન્ટુકીમાં મંદિર પહેલા ગુરૂદ્વારા-મસ્જીદમાં પણ તોડફોડ

પોલિસ વડાએ સંપૂર્ણ સુરક્ષાની ખાત્રી આપી : રવિવારે પોલીસ હાજર રહેશે

લુઇસવિલે, તા. ૪ :  અમેરિકાના કેન્ટુકી રાજયના લુઇસવિલેમાં એક હિંદુ મંદિરમાં તોડફોડ કરાઇ હતી. અધિકારીઓ આ બનાવને હેઇટ ક્રાઇમ ગણાવી રહ્યા છે.

લુઇસવિલેના મેયર ગ્રેગ ફીકચર પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે ભાગફોડીયાઓએ સ્વામિનારાયણ મંદિરમાં બારીઓ તોડી નાખી હતી અને મંદિરની દિવાલો પર નફરતપૂર્ણ શબ્દો લખ્યા હતા. રવિવારે સાંજ અને મંગળવાર સવાર વચ્ચેના સમય ગાળામાં આ બનાવ બન્યો હતો.

ઉપરના માળે આવેલ રૂમમાં ધર્મ દ્વોષી સંદેશાઓ સ્પ્રેપેઇન્ટીંગ દ્વારા દિવાલો પર લખવામાં આવ્યા હતા. જેમાં ''જીસસ ઓલ આઇટી'', જીસસ ઇસ બોર્ડ અને ''ગોર્ડ'' વગેરે પણ કાળા કલરના પેઇન્ટ દ્વારા લખાયું હતું.

મંદિરના પ્રવેશ દ્વારા પાસે એક બારી તોડી નંખાઇ હતી અને એક ચિત્ર કાળા રંગના સ્પ્રે દ્વારા દોરવામાં આવ્યું હતું અને  ''જીસસ એક માત્ર ભગવાન છે'' એવું લખાણ પણ લખવામાં આવ્યું હતું તે ઉપરાંત સીડી પાસે એક કાળો ક્રોસ પણ દોરવામાં આવ્યો હતો. મંદિરમાં એક ખુરશી પર છરી પણ મળી આવતી હતી. લુઇસવિલે મેટ્રો ચોવીસનાા ચીફ સ્ટીવ કોન રાડે આને હેઇટ ક્રાઇમનું કૃત્ય ગણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે લુઇસવિલેમાં આ પ્રકારના બનાવો ઘણા વધી ગયા છે. ભૂતકાળનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે લુઇસવિલે ઇસ્લામિક સેન્ટરમાં ભાગતોડ અને શિખગુરૂદ્વારામાં ર૦૧રમાં થયેલા ફાયરીંગ પછી ધાર્મિક સ્થળોની સુરક્ષાના વધારો કરાયો છે.

કોનરોડે કહ્યું, ''આ મંદિરમાં થયેલમાં ભાંગતોડ દિલને તોડનારો બનાવ છે અને હું મંદિરના લોકોને જણાવવા માગુ છું કે અમે તમારી સાથે છીએ. અમે તેમને સુરક્ષિત રાખવાના બનતા પ્રયત્નો કરીશું અને લુઇસવિલેને સુરક્ષિત શહેર બનાવવા માટે જે કંઇ પણ કરવું પડે તે અમે કરીશું.

મંદિરના પ્રવકતા રાજપટેલે કહ્યું હતું કે ભાંગતોડના સમયે કોઇ વ્યકિત મંદિરમાં હાજર નહોતી આ મંદિર અહિંયા પ વર્ષથી છે અને દર રવિવારે અહીં લગભગ ૬૦ થી ૧૦૦ વ્યકિતઓ દર્શનાર્થે આવે છે.  કોનરાડે કહ્યું કે શ્રધ્ધાળુઓની સુરક્ષા માટે રવિવારે પોલીસ મંદિર પાસે હાજર રહેશે. (૯.૩)

(4:00 pm IST)