Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

આંધ્રપ્રદેશમાં ૪૦૦ વર્ષ જૂની ૧૦૦૦ કિલોની મૂર્તિની ચોરી કરનારા ઝડપાયા

આંધ્ર પ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લામાં તાજેતરમાં પૌરાણીક શિવ મંદિરમાંથી નંદીની ચોરી કરનાર પંદર જણાની પોલીસે ધરપકડ કરી હતી. ૨૪ જાન્યુઆરીની રાત્રે રામચંદ્રપુરમમાં ૪૦૦ વર્ષ જુના અગ્સાથાવેશ્વરમ સ્વીમી મંદિરમાંથી ગ્રેનાઇટની ૧૦૦૦ કિલોની મૂર્તિની ચોરીના સબંધમાં પોલીસની એક ખાસ ટીમે પંદર જણાની ધરપકડ કરી હતી. ચોરોએ એમ માનીને મૂર્તિની ચોરી કરી હતી કે તેમાં હીરા અને માણેક હશે.

ચોરી કર્યા પછી મૂર્તિને નહેરના કાંઠે લઇ ગયા પછી તેમાંથી હીરા માણેક કાઢવા તેમણે મૂર્તિને ખંડિત કરી હતી, પરંતુ તેમને કંઇ મળ્યું નહતું. પોલીસ એમ માને છે કે ચોરીમાં વધુ લોકોની સંડોવણી હોઇ શકે છે. એમ એક ટીમ બનાવીને મૂર્તિ શોધવાની શરૂઆત કરી હતી. સ્થાનિકો પાસેથી અમને ખબર મળી હતી અને એક કડી મળી હતી જેનાથી અમે ચોરોને પકડી શકયા એમ એક પોલીસ અધિકારીએ કહ્યું હતું. આટલી વજનદાર મૂર્તિની ચોરીથી સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઇ ગઇ હતી. પોલીસમાં ફરીયાદ નોંધાવનાર મંદિરના હોદ્દેદારોએ ચોરીમાં મોટી સંખ્યામાં લોકોની સંડોવણીની શંકા વ્યકત કરી હતી. તેમણે કહ્યું હતું કે મોટી સંખ્યામાં લોકોએ તેની ખસેડી હશે. મંદિરમાં સીસીટીવી નથી, એમ કહીને પોલીસે ઉમેર્યું હતું કે ગેંગે કેવી રીતે આ મૂર્તિની ચોરી કરી તે જાણવાના અમાપા પ્રયાસો જારી છે.(૩૭.૫)

(3:59 pm IST)