Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

જળની જગ્યાએ પંચામૃત અભિષેક કરવા પર શ્રધ્ધાળુઓને બાઉન્સરથી માર ખવડાવતા ટ્રસ્ટીઓઃ ફરીયાદ દાખલ

ઈન્દોર પાસેના બડવાની સ્થિત જૈન તિર્થમાં અચાનક બદલેલી પ્રથાથી વિવાદ

ઈન્દોરઃ બડવાની પાસે સ્થિત બાવનગજા જૈન તિર્થ ખાતે રવિવારે ભગવાન આદિનાથજી જયંતિએ પ્રતિમાને જળથી મહામસ્તકભિષેક કરાઈ રહયો હતો. તે દરમિયાન ઈન્દોર, કોટા અને મુંબઈથી પહોંચેલ ભાવિકોએ પંચામૃતથી અભિષેક કરેલ હતો. આ બાદ ત્યાં ઉભેલ બાઉન્સરોએ મહિલા અને પુરૂષ શ્રધ્ધાળુઓને ઢોર માર માર્યો હતો. પોલીસે દરમિયાનગીરી કરી મામલો શાંત કરેલ પણ તે પહેલા ઈન્દોરના ભાવિક સુદર્શન અંકલીકર મારના લીધે અધમરો થઈ ગયેલ. પીડીત સુદર્શન જૈન, મોહીત જૈન અને સમ્મેદ જૈનએ ટ્રસ્ટ વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરી હતા. ઈન્દોરથી લગભગ ૧૩૦૦ જેટલા શ્રધ્ધાળુઓ બાવનગજા દર્શન માટે આવ્યા હતી. તેવામાં આ ઘટના બનતા ઉગ્ર રોષ વ્યાપી ગયો હતો.

(3:56 pm IST)