Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

ઠંડીમાં ક્રમશઃ ઘટાડો પણ શુક્ર-શનિ ફરી ચમકારાઃ એકાદ બે વિસ્તારમાં છાંટાછૂટીની શકયતા

જમ્મુ કાશ્મીર અને પહાડી વિસ્તારોમાં તોફાની બરફવર્ષાની શકયતા : તા.૭-૮ પવનનું જોર : જમ્મુ, રાજસ્થાન, એમ.પી. સુધી વરસાદ પડશે

રાજકોટ : રાજયના વિસ્તારો માં આજથી ઠંડી ઘટશે.બાદ તા.૫ થી ૭ દરમ્યાન નોર્મલ ઠંડી થી વિસ્તાર પ્રમાણે ૨થી ૪ ડિગ્રી તાપમાન ઉચું જોવા મળશે. તા.૪ થી૬ દરમ્યાન બપોર નું તાપમાન વિસ્તાર પ્રમાણે ૩થી ૫ ડિગ્રી ઉચું જશે. રાજય ના વિસ્તારો માં તાપમાન નો પારો ૩૨ ડિગ્રી સુધી ઉચો જોવા મળશે.કયાંક તેથી પણ ઉંચો જશે એટલે બપોરે ગરમી વર્તાશે. તા.૭ના તાપમાન નીચું આવવા લાગશે.આગલા દિવસો કરતા ઠંડી પણ વધારો થશે.

તા.૮ અને તા.૯ના ઠંડી નું પ્રમાણ સારુ જોવા મળશે. એટલે કે ઠંડી નો ચમકારો જોવા મળશે.તેમજ બપોર નું તાપમાન પણ વધુ નીચું જોવા મળશે.પછીના દિવસો માં ઠંડી ક્રમશઃ ઘટવા માં રહેશે.

રાજયના વિસ્તારો માં વિસ્તાર પ્રમાણે તા.૪ થી તા.૭ દરમ્યાન ઉપલા લેવલ ની સામાન્ય અસ્થિરતા જોવા મળશે.એટલે રાજયના વિસ્તારો માં છુટા છવાયા વાદળો પણ જોવા મળશે. વેસ્ટર્ન ડિર્સ્બન્સ સરકયુલેશન રાજસ્થાન સુધી છવાતું હોય.રાજયના એકલ દોકલ વિસ્તાર માં છાંટા છુંટી થાય તેવી હાલના સંજોગો મુજબ શકયતા ૫૦ ટકા છે.

હાલ એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ર્ચિમ ઇરાન આસપાસ છવાયેલ છે. તા.૫, ૬ના સરકયુલેશન પશ્ર્ચિમ રાજસ્થાન આસપાસ છવાશે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સ્વરુપ જમ્મુકાશ્મીરમાં બરફ વર્ષા ચાલુ થશે અને બાદના દિવસોમાં તોફાની બરફ વર્ષા થાય તેવી શકયતા છે.હિમાચલ અને ઉત્ત્।રાખંડના પહાડી વિસ્તારોમાં પણ ભારે બરફ વર્ષા થવાની શકયતા છે.એટલે ઉતર ના રાજયો માં રેકર્ડ બ્રેક ઠંડી જોવા મળશે.ઉતર ભારતના મોટાભાગ ના રાજયો માં મધ્યમ,ભારે વરસાદ જોવા મળશે.ટુંક માં જમ્મુ થી લઇ ને રાજસ્થાન,એમ.પી સુધી વરસાદ જોવા મળશે. પવનો ઉતર પશ્ર્ચિમી થશે.મુખ્યત્વે ઉતર પશ્ર્ચિમી ,પશ્ર્ચિમી જ રહેશે.છેલ્લા બે દિવસ શીયાળુ પવન જોવા મળી શકે છે.હાલ વધુ પવન છે તે આવતી કાલ સુધી જળવાશે બાદ સામાન્ય થઇ જશે.બાદ તા.૭/૮ માં પવન નું પ્રમાણ વધુ રહે તેવી શકયતા છે.હાલ કરતા ફુદ્દ.૭ થી સવાર ના ભેજનું પ્રમાણ ઉચું જશે.કયાક ઝાકળની શકયતા છે.

(3:50 pm IST)