Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સ - ગુજરાત્રી, ગુજરાતી ભાષા માટે ભગીરથી રથકાર્ય કરશે

અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સનાં નિમિશભાઈ ગણાત્રાએ ધીમે-ધીમે માતૃભાષા, કલા, સાહિત્ય વગેરેથી દૂર થતી જતી આજની યુવા પેઢીને સાથે રાખી, તેમની પસંદગી-નાપસંદગીને અનુરૂપ અવનવા, આકર્ષક કાર્યક્રમો યોજવાનું બીડું ઝડપ્યું અને જન્મ થયો છે ગુજરાત્રીનો. અકિલા ઇન્ડિયા ઈવેન્ટ્સ દ્વારા આવનારા સમયમાં ગુજરાત્રી કાર્યક્રમનું આયોજન નિયમિત સમયાંતરે કરવામાં આવશે. જેમાં અકિલા ઇન્ડિયા ઈવેન્ટ્સ દ્વારા સંગીત, નાટક, ચિત્રકલા, ફિલ્મ, શિલ્પકલા વગેરે તેમજ ભાષા-સાહિત્યના વિવિધ કાર્યક્રમો યોજવામાં અને કવિ સંમેલન, ચર્ચાસત્ર, સંવાદો, કાર્યશાળા, તાલીમ શિબિર, બુક ફેર, ટોક શો, કિવઝ શો વગેરે કાર્યક્રમોને પણ કરવામાં આવશે.

(3:46 pm IST)