Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

મહેમાનો માટે ટી પોસ્ટ દ્વારા ચા- કોફીની સેવા

ચા- કોફી સાથે નાસ્તાની પણ લીજજત માણી

રાજકોટઃ અકિલા ઈન્ડીયા ઈવેન્ટ્સ દ્વારા ગુજરાત્રી ''કોકટેલ દેશી''ની ભવ્ય રજુઆત થઈ હતી. જેમાં દર્શકોએ ગુજરાતી ભાષાને દિલથી માણી કાર્યક્રમને ખુબ જ વખાણ્યો હતો. સાથો સાથ ઠંડી ભરી શિયાળુની ઋતુમાં ''ટી- પોસ્ટ'' દ્વારા તમામ મહેમાનો- દર્શકો માટે ચા- કોફી અને હળવા નાસ્તાની સેવા પુરી પાડવામાં આવી હતી. મહેમાનો- દર્શકોએ ગુજરાત્રીની સાથો- સાથ સ્વચ્છતા અને શુધ્ધતાના સંગમ સમી ''ટી- પોસ્ટ''ની અહલાદક ચા- કોફીની પણ ભરપુર મોજ માણી હતી. આ કાર્યક્રમમાં ''ટી- પોસ્ટ'' વતી દેવલ વોરાએ સમગ્ર ગોઠવણી અંગે જહેમત ઉઠાવી હતી. આ તકે અકિલાના મોભીશ્રી કિરીટભાઈ ગણાત્રાએ પણ ''ટી- પોસ્ટ''ની મુલાકાત લીધેલ તે સમયની તસવીરમાં  દેવલ વોરા તથા ટી- પોસ્ટના ભાવીન વાળા સાથે રહ્યા હતા.

(4:35 pm IST)