Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

વિન્ટરની ફૂલ નાઈટમાં હેમુગઢવી હોલ હાઉસફૂલ

ભારે ઠંડી અને લગ્નગાળા વચ્ચે પણ આ કાર્યક્રમ માટે હેમુ ગઢવી હોલ ફૂલ થઈ ગયો હતો. સાહિત્ય-સંગીતરસિક મહેમાનોને જગ્યા આપવા આયોજકો ખુદ પગથિયા પર ગોઠવાઈ ગયા હતા. મીની ઓડિટોરિયમમાં પણ લોકોએ સ્ક્રીન પર કાર્યક્રમ માણ્યો હતો. આખા હેમુગઢવી ઓડીટોરીયમમાં જયાં જૂઓ ત્યાં બેઠક અને પગથિયા પર માનવ મહેરામણ ઉભરાયું હતું. કાર્યક્રમ શરૂ થવાથી અંત સુધી આ જ પરિસ્થિતિ રહી હતી. ગુજરાત્રી કોકટેલ desiનું આરંભથી અંત સુધી એકપણ વ્યકિત પોતાની જગ્યા પરથી ઉભા થવા તૈયાર જ ન હતી. આ બધા વચ્ચે ઉડીને આંખે વળગે એવી વાત એ રહી કે, આવડા મોટા આયોજન વચ્ચે પણ વ્યવસ્થામાં કયાંક કચાશ જોવા ન મળી. ગુજરાત્રી - કોકટેલ desi કાર્યક્રમનાં આકર્ષક આયોજન બદલ નિમિશભાઈ ગણાત્રા અને સુંદર સંયોજન બદલ હિરેનભાઈ સુબાનાં જેટલા વખાણ કરીએ એટલા ઓછા પડે. ખૂબ ટૂંકા સમયમાં શ્રેષ્ઠ સાહિત્ય-સંગીતનો કોકટેલ કાર્યક્રમ યોજવા બદલ સમગ્ર અકિલા પરિવારની ટિમને પણ દાદ મળી હતી.

(4:35 pm IST)