Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

ચેન્નઇ એરપોર્ટ પર મુસાફરના બેગમાંથી મળ્યું દીપડાનું બચ્ચુ

ચેન્નઇ તા ૪ : શનિવારે ચેન્નઇના ઇન્ટરનેશનલ એરપોર્ટના અધિકારીઓન.ે જબરદસ્ત ચોંકાવનારો નજારો જોવામળ્યો હતો. થાઇલેન્ડથી  આવી રહેલા એક મુસાફરની  બેગમાંથી દીપડાનું  બચ્ચું  નીકળ્યું હતું. આ બચ્ચું લગભગ એક મહિનાનું હશે એવું લાગતું  હતું. મોઇદીન નામના માણસના સામાનમાંથી આ  બચુ  મળ્યુ ં હતું. ઇન્ટેલિજન્સ યુનિટે પહેલેથી જ ઇનપુટ  મળી  ચુકયા હતા કે, થાઇલેન્ડથી ગેરકાનુની રીત પ્રાણીઓનું સ્મગલિંગ કરીને અહીં લાવવામા ં આવ્યા છે.

(11:57 am IST)