Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

અર્થશાસ્ત્રીઓના મતે

બજેટથી મોંઘવારી વધશે : વ્યાજદર ઘટવા પર પૂર્ણવિરામ

નવી દિલ્હી, તા. ૪ : અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે સરકારે બજેટમાં કરેલી જાહેરાતો મોંઘવારી વધારશે અને તેનાથી રીઝર્વ બેંકની મુદ્રા નીતિમાં દરો ઘટવાની શકયતા લગભગ ખતમ થઇ ગઇ છે. જોકે બજારનો એક વર્ગ એવો પણ છે જે હજી પણ દરોમાં ઘટાડાની આશા રાખી રહ્યો છે, પણ બજેટ પછી બજેટ પછી બોન્ડ પ્રતિકૂળમાં વધારો બીજા જ સંકેતો આપે છે. વધારે પડતા બોન્ડ અને વ્યાજ દરમાં સખ્તાઇથી બોન્ડની કિંમતો ઘટો છે.

સરકાર ફરી એકવાર ખાધનું લક્ષ્ય હાંસલ કરવામાં નિષ્ફળ રહી છે. સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં તેને જીડીપી ૩.૩ ટકા રાખવાનું લક્ષ્ય નક્કી કર્યું હતું, પણ તે ૩.૪ ટકા રહેવાનું અનુમાન છે. આવતા નાણાકીય વર્ષ માટે તે ૩.૪ ટકા રાખવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. જયારે તેને ૩ ટકાથી ઓછી રાખવાની વાતો કરવામાં આવતી હતી. યુબીએસ એક રીપોર્ટમાં કહે છે કે સરકાર વિસ્તારવાદી રાજકોષિય નીતિ અપનાવી છે. જેમાં વિવેકશીલતાના બદલે લોકોને લોભાવવાને વધારે પસંદ કરાયો છે. અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે આ બજેટ પછી રીઝર્વ બેન્ક દરોમાં ઘટાડો નહીં કરી શકે કેમ કે સરકારના લોક લોભામણા પગલા અને ક્રુડની કિંમતોમાં તેજીના કારણે મોંઘવારી વધી શકે છે.

ડીબીએસ બેંકે એક રિપોર્ટમાં કહ્યું કે, માંગમાં વધારો અને વિકાસમાં તેજી અર્થવ્યવસ્થા માટે સકારાત્મક બનશે પણ તેનાથી મૌટ્રિક ચક્ર સીમીત બનશે. બજેટમાં ગ્રામ્ય અને કૃષિક્ષેત્ર માટે ઘણી જાહેરાતો થઇ છે, મધ્યમ વર્ગ માટે કરોમાં છૂટ દેવાઇ છે અને સામાજીક ક્ષેત્ર માટે પણ જાહેરાતો કરાઇ છે. અર્થશાસ્ત્રી રાધિકા રાવનું કહેવું છે કે ગ્રાહકને અનુકુળ બજેટથી મોંઘવારી વધવાની શકયતાઓ રહે છે.

ગ્રાહક ભાવાંક આધારીત મોંઘવારી એપ્રિલ-મે-ર૦૧૮માં ૪.૩  હતી જે ડીસેમ્બરમાં ઘટીને ર.ર થઇ હતી. ખાદ્ય પદાર્થોની કિંમતોમાં ઘટાડો તેનું મુખ્ય કારણ હતું. આગામી મહિનાઓમાં કિંમતો યથાવત રહેવાની શકયતા જેના કારણે મોંઘવારી ર થી ૩ ટકા રહેવાની શકયતા છે. કાચા તેલની કિંમતોમાં પણ ઉતાર ચઢાવની સ્થિતિ છે. હાલમાં તેની કિંમત ૬ર ડોલર પ્રતિ બેરલ છે જે સપ્ટેમ્બરમાં ૮૪ ડોલર હતી. તેલની કિંમતમાં હાલમાં પણ અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. એક વરિષ્ઠ અર્થશાસ્ત્રીએ કહ્યું કે રીઝર્વ બેન્કે થોડા જ સમય પહેલા કડક વલણ અપનાવ્યું હતું અને જો તે આટલી જલ્દી દરોમાં ઘટાડો કરે તો તેનાથી તેની વિશ્વસનિયતા પર ખતરો આવી શકે છે. એટલે હાલમાં આ દરોમાં ઘટાડામાં કોઇ અર્થ નથી. રીઝર્વ બેન્ક કોર્પોરેટ બોન્ડ બજારમાં ઉંચા દરો ઘટાડવાનો પ્રયત્ન કરી શકે છે.

તેમ છતાં કેટલાક લોકો ફેબ્રુઆરીમાં દરોમાં ઘટાડાની આશા રાખી રહ્યા છે. દાખલ તરીકે અસબીઆઇ પેન્શન ફંડના પ્રબંધ નિર્દેશક અને મુખ્ય કાર્યાધિકારી કુમાર શરદિંદુએ કહ્યું કે ઘણા સમયથી મોંઘવારી રીઝર્વ બેન્કના અનુમાનથી ઓછી રહી છે, જેના લીધે દરોમાં ઘટાડાની આશા રાખી શકાય તેમ છે. બેંક ઓફ અમેરિકા મેરીલ લીચના ટ્રેઝરી પ્રમુખ જયેશ મહેતા પણ આગામી મુદ્રાનીતિમાં દરો ઘટવાની આશા રાખી રહ્યા છે. (૮.૮)

(11:57 am IST)