Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

સીબીઆઇ અને કોલકત્તા પોલીસ બંને કોર્ટના દ્વારે

મમતા V/S કેન્દ્રનો જંગ પહોંચ્યો સુપ્રિમ કોર્ટમાં

નવી દિલ્હી તા. ૪ : પ.બંગાળ સરકાર વિરૂધ્ધ અને સીબીઆઇ સુપ્રિમ કોર્ટના દ્વારે પહોંચી છે તો બીજી તરફ પ.બંગાળ પોલીસ પણ કોર્ટમાં જવા વિચારી રહી છે. સીબીઆઇ મમતા સરકારની કાર્યવાહી વિરૂધ્ધ કોર્ટમાં ગઇ છે. તપાસમાં બધા પહોંચાડવાનો આરોપ મૂકાયો છે.

રવિવારે સાંજથી જ પોલીસ અને સીબીઆઈ વચ્ચે હાઇપ્રોફાઇલ ડ્રામા ચાલી રહ્યો છો. મમતા બેનરજી ધરણા પર બેસી જતાં જ આ મામલે દેશની રાજનીતિમાં ઉથલ-પાથલ મચી ગઈ છે. દેશના ઇતિહાસમાં કદાચ આવું પ્રથમ વખત બન્યું છે જયારે દેશની સર્વોચ્ચ તપાસ સંસ્થાના પાંચ અધિકારીઓને કોઈ રાજયની પોલીસે અટકાયતમાં લીધા હોય. હવે આ લડાઇ પશ્યિમ બંગાળ વિરુદ્ઘ કેન્દ્ર સરકારની બની ગઈ છે. જયારે સીબીઆઈના વચગાળાના વડા એમ નાગેશ્વર રાવે કહ્યું છે કે, તેઓ આ મામલે સુપ્રીમ કોર્ટમાં જશે. સાથે નાગેશ્વર રાવે એવું પણ કહ્યું હતું કે શું અમે કોઈ ગુનો કર્યો છે?

એમ નાગેશ્વર રાવે કહ્યુ કે, 'રાજય સરકાર અમને સહકાર નથી આપી રહી. તેઓ અનેક રીતે સીબીઆઈ અધિકારીઓને પરેશાન કરી રહી છે. આ વાત સુપ્રીમ કોર્ટના ધ્યાનમાં મૂકવામાં આવી હતી, તેમણે રાજય સરકારને સહકાર આપવાની સૂચના પણ આપી હતી. રાજીવ કુમાર(પોલીસ કમિશ્નાર) વિરુદ્ઘ આ પુરાવા છે કે તેમને આ કેસમાં પુરાવાનો નાશ કરવા માટે તેમજ ન્યાયમાં વિઘ્નો ઉભા કરવા માટે હાથો બનાવવામાં આવ્યા છે.'

હકીકતમાં શારદા ચીટ ફંડના ગોટાળાની તપાસ કરી રહેલી સીબીઆઈની એક ટીમ રવિવારે સાંજે કોલકાતા પોલીસ કમિશ્નર રાજીવ કુમારના ઘરે પહોંચી હતી. પરંતુ પોલીસના અધિકારીઓએ સીબીઆઈના અધિકારીઓને ગેટ પાસે જ રોકી દીધા હતા. પહેલા પોલીસ સીબીઆઈ અધિકારીઓના ડ્રાઇવરને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી, બાદમાં પાંચેય અધિકારીઓની પણ અટકાયત કરવામાં આવી હતી. જોકે, બાદમાં તેમને છોડી મૂકવામાં આવ્યા હતા.

જે બાદમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી રાજીવ કુમારના ઘરે પહોંચી ગયા હતા અને કમિશ્નરના બચાવમાં ઉતરી આવ્યા હતા. આ લડાઈ પોલીસ વિરૂદ્ઘ સીબીઆઈની ન રહેતા રાજય સરકાર વિરૂદ્ઘ કેન્દ્ર સરકારની બની ગઈ છે.

આ ઘટનાક્રમ પહેલા મમતા બેનરજીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, 'કોલકાતા પોલીસ કમિશ્નર દુનિયામાં સૌથી સારા લોકોમાંના એક છે. તેમની ઇમાનદારી અને બહાદુરી પર કોઈ વિવાદ નથી. તેઓ ૨૪ર્ં૭ કામ કરી રહ્યા છે, તેમજ તાજેતરમાં જ તેમણે ફકત એક જ દિવસની રજા લીધી છે. હવે તમે અસત્યને હવા આપી રહ્યા છો અને અસત્ય હંમેશા અસત્ય જ રહે છે.' (૨૧.૧૨)

(11:54 am IST)