Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

કેન્દ્રએ રાજ્યો પાસે ખેડૂતોની યાદી માંગી

માર્ચ સુધીમાં ખેડૂતોના ખાતામાં ૨૦૦૦ રૂપિયા જમા થશે

આ વર્ષે ૨૦,૦૦૦ કરોડ ખર્ચાશે : નવા વર્ષે ૭૫૦૦૦ કરોડ

નવી દિલ્હી તા. ૪ : મોદી સરકાર માર્ચના અંત સુધીમાં લગભગ ૧૦ કરોડ ખેડૂતોને ૨૦૦૦ - ૨૦૦૦ રૂપિયાનું ચુકવણુ કરશે. કૃષિ રાજ્યમંત્રી ગજેન્દ્ર શેખાવતે આ મુજબ જણાવ્યું છે.

જો કે તેમણે કહ્યું હતું કે, પ્રથમ હપ્તાની ચુકવણીમાં થોડી મુશ્કેલી આવી શકે છે પણ બીજો હપ્તો સરળતાથી જમા થઇ જશે. કારણ કે બધા લાભાર્થીઓના બેંક ખાતા તેના આધાર સાથે લીંક થઇ જશે. બિહાર અને યુપી જેવા મોટા રાજ્યોમાં પણ મુશ્કેલી થઇ શકે છે કારણ કે ત્યાં જમીનનો રેકોર્ડ ડીજીટલ નથી. ચૂંટણી નજીક હોવાથી સરકાર ઝડપથી યોજનાનો અમલ કરવા માંગે છે.

તેમણે કહ્યું હતું કે, રાજ્યો પાસે ખેડૂતોની યાદી માંગવામાં આવી છે. આ વર્ષે સરકાર ૨૦ હજાર કરોડનો ખર્ચ કરવા માંગે છે. નવા નાણાકીય વર્ષ માટે ૭૫૦૦૦ કરોડની ફાળવણી થઇ છે.

ડેટા જણાય છે કે, ૮૬.૨ ટકા ખેડૂતો પાસે ૨ એકરથી ઓછી જમીન છે. આમા સૌથી વધુ ૨.૨૧ કરોડ ખેડૂત યુપીના છે તે પછી બિહારનો ક્રમ આવે છે.(૨૧.૭)

(10:34 am IST)