Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

વિપક્ષનાં નેતાઓનું મમતા બેનર્જીને સમર્થન :સોમવારે વિપક્ષી નેતાનો કોલકાતામાં જમાવડો

કોલકતા :પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં શારદા ચીટફંડ સ્કેમ ગોટાલા સીબીઆઇની એક ટીમ કોલકાતાનાં પોલીસ કમિશ્નર રાજીવ કુમારના ઘરે પહોંચી. જો કે સીબીઆઇની ટીમને અંદર જવા નહોતી દેવાઇ. કોલકાતા પોલીસ પુછપરછ કરવા માટે દબાણ કરતા સ્થાનિક પોલીસે તેમને કસ્ટડીમાં લઇ લીધા હતા.

આ સમગ્ર ઘટનાક્રમમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને સીબીઆઈ સામે ધરણા પર બસી ગયા છે અને વિપક્ષનો સંપુર્ણ સહયોગ મળી રહ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સોમવારે મમતા બેનર્જીને મળવા માટે કોલકાતા જઇ શકે છે. ત્યાર બાદ રાહુલ ગાંધી, ઉમર અબ્દુલ્લાહ, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ, ચંદ્રબાબુ નાયડુ, માયાવતી, શરદ પવારે પણ આ મુદ્દે મમતા બેનર્જી સાથે મુલાકાત કરી હતી.

(12:03 am IST)