Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

પશ્ચિમ બંગાળમાં હાઇવોલ્ટેજ ડ્રામા :પોલીસ અને સીબીઆઈ આમને સામને :ટીએમસી કાર્યકરોનું હિંસક પ્રદર્શન :મોદીના પૂતળા ફૂક્યા

મોદી સરકાર વિરુદ્ધ સંવૈધાનિક યુદ્ધની જાહેરાત

કોલકાતા :પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા શહેર આજે અભુતપુર્વ રાજનીતિક ઘટનાક્રમની સાક્ષી બન્યું. શારદા ચીટફંડ સ્કેમ ગોટાલા સીબીઆઇની એક ટીમ કોલકાતાનાં પોલીસ કમિશ્નર રાજીવ કુમારના ઘરે પહોંચી. જો કે સીબીઆઇની ટીમને અંદર જવા નહોતી દેવાઇ. કોલકાતા પોલીસ પુછપરછ કરવા માટે દબાણ કરતા સ્થાનિક પોલીસે તેમને કસ્ટડીમાં લઇ લીધા હતા. મમતા બેનર્જીને આ અંગે માહિતી મળતા તેઓ કમિશ્નરનાં ઘરે પહોંચી ગયા હતા. તેમણે મોદી સરકાર વિરુદ્ધ સંવૈધાનિક યુદ્ધની જાહેરાત કરી દીધી હતી. 

 ભાજપ નેતૃત્વ પર ભડકેલા મમતાએ કહ્યું કે, ભાજપના ટોપ નેતૃત્વ હલકી રાજનીતિ કરી રહ્યું છે, તેઓ ન માત્ર રાજનીતિક પાર્ટી પરંતુ પોલીસ અધિકારીઓને પણ ટાર્ગેટ કરે છે

(11:54 pm IST)