Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

મુસ્લિમ રાષ્ટ્રીય મંચ બાદ હવે ખ્રિસ્તી સમુદાય સાથે સબંધ સ્થાપવા સંઘ ઉત્સુક :પાદરીઓના સંપર્કનો પ્રયાસ વેગીલો

નવી દિલ્હી :રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ  ભારતમાં ખ્રિસ્તી સમુદાય સાથે વાતચીત કરવા માટે નવો સંબંધ શરૂ કરવા તૈયારી કરી રહયું છે

  જાણવા મળતી વિગત મુજબ સંઘ છેલ્લા એક વર્ષથી ઇસાઈ રાષ્ટ્રીય મંચની સ્થાપના કરવાની કોશીશ કરી રહ્યું છે. આ મંચ મુસ્લિમ રાષ્ટ્રીય મંચની જેમ જ કામ કરશે. મુસ્લિમ રાષ્ટ્રીય મંચ ભારતનાં મુસ્લિમ સમુદાય વચ્ચે કામ કરવા વાળી RSSની એક પાંખ છે.

    આરએસએસ સાથે જોડાયેલા સૂત્રો પાસેથી માહિતી મળી છે કે રાષ્ટ્રીય ઇસાઈ મંચની રચના કરવા માટે સંઘનાં પદાધિકારીઓએ સૌપ્રથમ વર્ષ 2016માં પાદરીઓનો સંપર્ક કર્યો હતો.જો કે ત્યારે પાદરીઓ સાથેની વાતચીત અનિર્ણીત રહી હતી

  . ત્યારબાદ વર્ષ 2017માં ફરી આ દિશામાં પ્રયાસ કરાયો. ત્યારે ઉત્તર ભારતીય ચર્ચ સાથે જોડાયેલા આગરાનાં એક પરિવારે નાગપુર અને નવી દિલ્હીમાં સંઘ નેતૃત્વ સાથે મુલાકાત કરી હતી. તે પછી સંઘ અને ખ્રિસ્તી (ઇસાઈ) સમુદાયનાં સદસ્યો અને પાદરીઓ સાથે મુલાકાતનો દૌર ચાલું જ છે.

(12:00 am IST)