Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

પશ્ચિમ બંગાળમાં ચીટફંડ તપાસ મામલે નાટ્યાત્મક ઘટનાક્રમ : પોલીસ - સીબીઆઈ વચ્ચે ઘર્ષણ :મમતા બેનર્જી ધરણા પર બેઠા

સીઆરપીએફના જવાન કલકત્તામાં સીબીઆઈ હેડ ક્વાર્ટર બહાર પહોંચી ગયા

કોલકાતા :પશ્ચિમ બંગાળમાં બહુચર્ચિત શારદા ચિટફંડ ગોટાળાની તપાસ સંદર્ભે એક નાટ્યાત્મક ઘટનાક્રમમાં કલકત્તાની પોલીસ અને સીબીઆઈ આમને-સામને આવી ગયા છે, આ ઘટનાક્રમ બાદ મુખ્ય મંત્રી મમતા બેનર્જી ધરણા પર બેસી ગયાં છે.

 કોઈ પણ પ્રકારના વૉરંટ વગર સીબીઆઈની ટીમ આવી હતી તેવા કલકત્તા પોલીસ કહી રહી છે જયારે સીઆરપીએફના જવાન કલકત્તામાં સીબીઆઈ હેડ ક્વાર્ટર બહાર પહોંચી ગયા છે

  મુખ્યમંત્રી મમતા બેનર્જી કલકત્તાના મેટ્રો સિનેમા બહાર ધરણા પર બેઠાં છે પોલીસ સ્ટેશનમાં રોકી રખાયેલી સીબીઆઈ ટીમને જવા દેવાઈ છે સીબીઆઈ ટીમ પોલીસ કમિશનર રાજીવ કુમારની પૂછતાછ કરવા પહોંચી હતી .

સીબીઆઈની એક ટીમ કલકત્તા પોલીસના કમિશનર રાજીવ કુમારની પૂછતાછ કરવા માટે ગઈ હતી પણ પોલીસે તેમને અટકાવ્યા અને પોલીસ સ્ટેશનમાં જ બેસાડી દીધા છે .

(10:23 pm IST)