Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

અમેરિકન કસ્ટડીમાં રહેલા ભારતીય વિદ્યાર્થીઓને મદદ અમારી પહેલી પ્રાથમિકતા: વિદેશ મંત્રાલય

202-322-1190 અને 202-340-2590 હેલ્પલાઇન નંબર 24/7 સેવામાં રહેશે.

નવી દિલ્હી :અમેરીકામાં ધરપકડ કરાયેલા ભારતીય વિદ્યાર્થીઓ વિદેશ મંત્રાલયની પ્રાથમિકતા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને ટ્વીટ કરી જણાવ્યું કે, કસ્ટડીમાં લેવાયેલા ભારતીય વિદ્યાર્થીઓની મદદ કરવા માટે દરેક સંસાધનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને અમેરીકન સરકાર સાથે વાતચીત કરવામાં આવી રહી છે. કસ્ટડીમાં રહેલા વિદ્યાર્થીઓની મદદ અમારી પહેલી પ્રથામિકતા છે.

   અમેરીકા સ્થિત ઇન્ડિયન એમ્બેસીએ ધરપકડ કરવામાં આવેલા 129 વિદ્યાર્થીઓ માટે 24/7 હેલ્પલાઇન શરૂ કરી છે. આ વિદ્યાર્થીઓ પર 'પે એન્ડ સ્ટે' યૂનિવર્સિટી વિઝા સ્કેમમાં સામેલ થવાનો આરોપ છે. ઇન્ડિયન એમ્બેસીના અધિકારીઓએ જણાવ્યું કે, 202-322-1190 અને 202-340-2590 હેલ્પલાઇન નંબર 24/7 સેવામાં રહેશે

(12:00 am IST)