Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

નાઇજીરિયામાં બોકો હરામનો હુમલો : ૬૦ નાગરિકોનાં મોત :અનેક ઘરો પણ બાળી નાંખ્યા

રન નગરમા બેઘર બનેલા માટે બનાવાયેલા તમામ ઘરોને સામુહિક રીતે બાળી નાખ્યા

ઉત્તરપૂર્વ નાઇજીરિયાના આંતરિયાળ રન નગરમાં બોકો હરામના આતંકીઓએ હુમલો કરતાં ઓછામાં ઓછા ૬૦ નાગરિકો માર્યા ગયા હોવાનું એમેનેસ્ટી ઇન્ટરનેશનલે કહ્યું હતું. માનવ અધિકાર માટેની સંસ્થાના નાઇજીરિયાના ડાયરેકટર ઓસાઇ ઓજીઘોએ કહ્યું હતું કે ઓછામાં ઓછા ૬૦ લોકો માર્યા ગયા હતા અને સેટેલાઇટ છબીઓમાં કેટલાક ઘરોને પણ બાળી નાંખ્યા હોવાનું તેમણે કહ્યું હતું.

  આ તમામ ઘરો બેધર બનેલા લોકો માટે બનાવવામાં આવ્યા હતા જે તમામને સામુહીક રીતે બાળી નાંખ્યા હતા.'રન નગરમાં ૧૧ મૃત્યુદેહ મળ્યા હતા અને ૪૯ અન્યત્રથી મળ્યા હતા, એમ ઇ-મેલ કરીને કહેતા તેમણે ઉમેર્યું હતું કે હજુ પણ ૫૦ લોકો લાપતા છે. રન નગરમાં માર્યા ગયેલાઓને દફનાવવા ગયેલા નાગરિક મિલિશિયા જુથના સભ્યોએ કહ્યું હતું કે નગરની બહારથી મળેલા મૃત્યુદેહ પર ગોળીઓના નિશાન હતા.

   'લોહીયાળ સંઘર્ષના કારણે પહેલાંથી જ બેઘર બની ગયેલા નાગરિકો પર અત્યાચર એ સંભવિત અપરાધ છે અને જેમણે પણ આ અત્યાચાર ગુજાર્યો હતો તેમની સામે કાયદાકીય કામ ચલાવવામાં આવશે'એમ ઓગીજીએ ઉમેર્યું હતું. બોકો હરામ દ્વારા કરવામાં આવેલી કત્લેઆમમાં આ સૌથી લોહીયાળ હતી, એમ તેમણે કહ્યું હતું. જેહાદીઓના નિશાન બનાવીને કરવામાં આવેલા જાન્યુઆરી, ૨૦૧૭માં નાઇજીરિયન એર સ્ટ્રાઇકમાં સહાય કાર્યકર્તાઓ ખાદ્ય પદાર્થની વહેંચણી કરી રહ્યા હતા ત્યારે ૧૧૨ લોકો માર્યા ગયેલા.

    બોર્નો સ્ટેટના પાટનગર મૈદુગીરીથી માત્ર ૧૭૫ કિમી દૂર આવેલા રન નગરમાં ગયા વર્ષના માર્ચ પછીથી ચાર વખત હુમલા કરવામાં આવ્યા હતા. પ્રથમ હુમલો મદદ કરનાર ટુકડીના સભ્યો પર કરાયો હતો જેમાં ત્રણ જણા માર્યા ગયા હતા. બીજો હુમલો ડિસેમ્બરની શરૃઆતમાં કરાયો હતો. ૧૪ જાન્યુઆરીએ બોકો હરામના અબુબક્કર શેખાન જુથના લડાકુઓએ સૈન્ય પર હુમલા કર્યા હતા.

(8:43 am IST)