Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

હાલના વર્ષોની ટ્રેન દુર્ઘટના..

ટ્રેન અકસ્માતોનો સિલસિલો જારી રહ્યો

પટણા, તા. ૩ : બિહારના વૈશાલી જિલ્લામાં સહદોઈ બુજુર્ગ નજીક દિલ્હી જતી સિમાંચનલ એક્સપ્રેસ (૧૨૪૮૭) પાટા પરથી ઘડી પડતા મોટી ટ્રેન દુર્ઘટના થઇ હતી. હાજીપુરમાં વહેલી પરોઢે થયેલી આ ટ્રેન દુર્ઘટનામાં ઓછામાં ઓછા ૭ યાત્રીઓના મોત થયા છે અને ૩૬થી વધુ યાત્રીઓ ઘાયલ થયા છે જે પૈકી અનેકની હાલત ગંભીર જણાવવામાં આવી છે જેથી મોતનો આંકડો વધવાની દહેશત દેખાઈઆ રહી છે. સિમાંચલ એક્સપ્રેસના ૧૧ કોચ આજે અકસ્માત બાદ પાટા પરથી ઘડી પડ્યા હતા જેથી પ્રવાસીઓના મોત થયા હતા.

વર્ષ ૨૦૧૨ની ટ્રેન દુર્ઘટનાઓ

*      ૨૦મી માર્ચ ૨૦૧૨ના દિવસે ઉત્તરપ્રદેશમાં ભરચક ટેક્સી મિની વાન સાથે ટ્રેન અથડાઈ જતાં ૧૫ના મોત થઇ ગયા હતા અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા

*      ૨૨મી મે ૨૦૧૨ના દિવસે આંધ્રપ્રદેશમાં માલગાડી સાથે હુગલી-બેંગ્લોર એક્સપ્રેસ અથડાતા ૧૪ લોકોના મોત થઇ ગયા હતા

*      ૩૦મી જુલાઈ ૨૦૧૨ : આંધ્રમાં મેલ્લોર નજીક ચેન્નાઈ તરફ જતી તમિળનાડુ એક્સપ્રેસના ડબ્બા ખડી પડતા ૪૭ લોકોના મોત થયા હતા અને ૨૫ લોકો ઘાયલ થયા હતા

વર્ષ ૨૦૧૩ની ટ્રેન દુર્ઘટનાઓ

*      ૧૯મી ઓગસ્ટ ૨૦૧૩ : બિહારમાં સહરસા નજીક ધમારા સ્ટેશન ખાતે સહરસા પટણા રાજ્યરાની લોકો ઉપરથી ફરી વળતા ૩૫ લોકોના મોત થયા હતા

*      ૨જી નવેમ્બર ૨૦૧૩ : વિજયાનગરમમાં ગોટલાંગ ખાતે અલાપપુજા ધનબાદ એક્સપ્રેસની ટક્કરથી ૧૦ લોકોના મોત થયા હતા

*      ૨૮મી ડિસેમ્બર ૨૦૧૩ : આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લાના બેંગ્લોરસિટી-હજપુરસાહિબ નાગપુર-નાંદેજમાં આગ ફાટી નિકળતા ૨૬ ભડથુ થઇ ગયા હતા અને ૧૨ લોકો ઘાયલ થયા હતા

વર્ષ ૨૦૧૪ની ટ્રેન દુર્ઘટનાઓ

*      ૨૦મી માર્ચ ૨૦૧૪ : છત્રપતિ શિવાજી ટર્મિનસથી ૬૧ કિમીના અંતરે સ્થિત ટ્રેન દુર્ઘટનામાં ૧૮ વર્ષીય વિદ્યાર્થીનું મોત થયું અને નવ ઘાયલ થયા. તે વખતે લોકલ ટ્રેનના છ ડબ્બા ખડી પડ્યા

*      ૧૮મી એપ્રિલ ૨૦૧૪ : ફૈઝાબાદ-લોકમાન્ય તિળક એક્સપ્રેસ ખડી પડી હતી. જેમાં કોઇ ખુવારી થઇ ન હતી

*      ચોથી મે ૨૦૧૪ : દિવા જંક્શન-સાવંતવાડી પેસેન્જર ટ્રેન ખડી પડી હતી જેમાં ૨૦ના મોત થયા હતા અને ૧૦૦ લોકો ઘાયલ થયા હતા

*      ૨૬મી મે ૨૦૧૪ : ગોરખપુર જતી ગોરખધામ એક્સપ્રેસ ઉત્તરપ્રદેશના સંતકબીરનગર જિલ્લામાં ખલીલાબાદ સ્ટેશન નજીક માલગાડી સાથે ટકારાતા ૨૫ના મોત થયા અને ૫૦ ઘાયલ થયા

*      ૨૫મી જૂન ૨૦૧૪ : ડિબ્રુગઢ-રાજધાની એક્સપ્રેસ બિહારના છપરા નજીક ખડી પડી હતી જેમાં ચારના મોત થયા અને આઠ ઘાયલ થયા હતા

*      ૨૩મી જુલાઈ ૨૦૧૪ : મેઠક જિલ્લામાં નાંદેજ પેસેન્જર ટ્રેન માનવરહિત ક્રોસિંગને પાર કરી રહી હતી ત્યારે ૧૬ વિદ્યાર્થી સહિત ૧૮ લોકો કચડાઈ મર્યા હતા

*      ૧૪ ડિસેમ્બર ૨૦૧૪ : યુપીહાવડા-નવીદિલ્હી પૂર્વા એક્સપ્રેસ ખડી પડી હતી. જો કે, આમા કોઇ ખુવારી થઇ ન હતી

વર્ષ ૨૦૧૫ની ટ્રેન દુર્ઘટનાઓ

*      ૧૩મી ફેબ્રુઆરી ૨૦૧૫ : બેંગ્લોર-ઇરનાકુલમ ઇન્ટરસીટી અનેકલ નજીક ખડી પડી હતી જેમાં ૧૨ના મોત થયા હતા અને ૧૦૦ ઘાયલ થયા હતા

*      ૨૦મી માર્ચ ૨૦૧૫ : રાયબરેલી નજીક દેહરાદૂન-વારાણસી જનતા એક્સપ્રેસના ત્રણ કોચ ખડી પડતા ૩૫ના મોત થયા અને ૧૫૦ વધુ ઘાયલ થયા

વર્ષ ૨૦૧૬ની ટ્રેન દુર્ઘટનાઓ

*      ૨૦મી નવેમ્બર ૨૦૧૬ : કાનપુર નજીક પટણા-ઇન્દોર એક્સપ્રેસ ખડી પડતા ૧૦૦થી વધુ લોકોના મોત થયા અને સેંકડો લોકો ઘાયલ થયા

*      ૨૮મી ડિસેમ્બર ૨૦૧૬ : કાનપુર નજીક સિયાલદહ-અજમેર એક્સપ્રેસ ટ્રેન ખડી પડતા બે લોકોના મોત થયા અને ૭૦થી વધારે લોકો ઘાયલ થયા

વર્ષ ૨૦૧૭ની ટ્રેન દુર્ઘટનાઓ

*      ૨૨મી જાન્યુઆરી ૨૦૧૭ :  આંધ્રપ્રદેશમાં ટ્રેન દુર્ઘટનામાં ૩૫ લોકોના મોત અને ૬૦થી વધુ લોકો ઘાયલ થયા. જગદલપુર-ભુવનેશ્વર હીરા ખંડ એક્સપ્રેસ ટ્રેનના ડબ્બા પાટા પરથી ખડી પડતા આ દુર્ઘટના સર્જાઇ હતી

*      ૩૦મી માર્ચ ૨૦૧૭ : યુપીના મહોબા ખાતે મહાકાલેશ્વર એક્સપ્રેસ  પાટા પરથી ઉતરી જતા ૫૦ લોકો ઇજાગ્રસ્ત થઇ ગયા હતા

*      ૧૫મી એપ્રિલ ૨૦૧૭ : મેરઠ લખનૌ એક્સપ્રેસના આઠ ડબ્બા પાટા પરથી ખડી પડતા ૧૦ લોકો  ઘાયલ થઇ ગયા હતા

*      ૧૫મી એપ્રિલ ૨૦૧૭ : મેરઠ લખનૌ એક્સપ્રેસના આઠ ડબ્બા પાટા પરથી ખડી પડતા ૧૦ લોકો  ઘાયલ થયા

*      ૧૯ ઓગષ્ટ ૨૦૧૭ : પુરીથી હરિદ્ધાર તરફ જઈ રહેલી કલિંગ ઉત્કલ એકપ્રેસ આજે સાંજે મુઝ્ફ્ફરનગરના ખતૌલી નજીક પાટા પરથી ખડી પડતા રેલવે તંત્રમાં ભારે ભાગદોડ મચી ગઇ હતી. આ બનાવમાં ઓછામાં ઓછા ૨૦ લોકોના મોત થઇ ગયા હતા

વર્ષ ૨૦૧૮ની ટ્રેન દુર્ઘટનાઓ

*      ૧૦મી ઓક્ટોબર ૨૦૧૮ના દિવસે રાયબરેલી નજીક ન્યુ ફરક્કા એક્સપ્રેસ પાટા પરથી ખડી પડતા સાતના મોત થયા અને અનેક ઘાયલ થયો

*      ૧૯મી ઓક્ટોબર ૨૦૧૮ના દિવસે અમૃતસર નજીક થયેલી ટ્રન દુર્ઘટનામાં ૫૦થી વધુના મોત થયા. રાવણદહન જોવા એકત્રિત લોકો અકસ્માતનો શિકાર થયા

વર્ષ ૨૦૧૯ની ટ્રેન દુર્ઘટનાઓ

*      ત્રીજી ફેબ્રુઆરી ૨૦૧૮ના દિવસે બિહારમાં હાજીપુર નજીક ટ્રેન દુર્ઘટના થતાં સાતના મોત થયા અને ૩૪ ઘાયલ થયા. આનંદવિહાર-રાધિકાપુર સિમાંચલ એક્સપ્રેસના ૧૧ કોચ ખડી પડ્યા

 

(12:00 am IST)