Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

રાહુલ ગાંધી પીએમપદના મટીરીયલ :મોદી જુઠ્ઠાણાની ફેક્ટરી જુમલામાં લોકો ના ફસાય : નીતિશકાકાએ બિહારનો સોદો કર્યો

પટના રેલીમાં તેજસ્વી યાદવે કહ્યું કોંગ્રેસ મોટી પાર્ટી છે અને તેમની જવાબદારી પણ મોટી

પટના :કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રવિવારે પટનાના ગાંધી મેદાનમાં એક વિશાળ સભાને સંબોધી હતી. કોંગ્રેસ દ્વારા લાંબા સમય બાદ યોજાયેલી આ રેલીમાં કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ શક્તિ પ્રદર્શન કર્યુ હતું. બિહારમાં મહાગઠ બંધનના સહયોગી આરજેડીના નેતા તેજસ્વી યાદવે આ રેલીમાં રાહુલ ગાંધીના વખાણ કર્યા હતા. તેજસ્વી યાદવે જણાવ્યું હતું કે રાહુલ ગાંધી પીએમ મટિરિયલ છે અને પીએમ  મોદી જુઠ્ઠાણાની ફેક્ટ્રી છે. લોકો મોદીના જુમલામાં ન ફસાય

   તેજસ્વી યાદવે વધુમાં જણાવ્યું હતું કે પરિવર્તનનો સમય આવી ગયો છે. દેશ આગલા વડા પ્રધાન તરીકે રાહુલ ગાંધીની પસંદગી કરે. તેમણે તમામ ગઠબંધનને અપીલ કરી કે તેઓ એનડીએને સત્તાથી દૂર કરે. કોંગ્રેસ મોટી પાર્ટી છે અને તેમની જવાબદારી પણ મોટી છે.
   નીતિશ કુમાર પર હુમલો કરતા તેજસ્વીએ જણાવ્યું હતું કે નીતિશ કાકા લોકોની સાથે છેત્તરપિંડી કરી રહ્યાં છે. જેમણે બિહારનો સોદો કર્યો છે તેવા લોકોને જનતા આગામી પરચો આપશે

(12:00 am IST)