Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

ચંદા કોચર અને દીપક કોચર વિરૂદ્ધ મની લોન્ડ્રિંગનો કેસ દાખલ : તમામ આરોપીઓ વિરૂદ્ધ સમન જાહેર થઇ શકે

નવી દિલ્હી :આઈસીઆઈસીઆઈ અને વીડિયોકોન કેસ મામલે ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચર વિરૂદ્ધ ઈડીએ મની લોન્ડ્રિંગનો કેસ દાખલ કર્યો છે. આ કેસ વીડિયોકોનને કથિત રીતે 1 હજાર 875 કરોડની આપવામાં આવેલી લોન મામલે નોંધવામાં આવ્યો છે.

  ઈડીએ નોંધેલા કેસમાં વીડિયોકોનના વેણુગોપાલ ધૂત અને અન્ય આરોપીના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઈડીએ હવે ટુંક સમયમાં તમામ આરોપીઓ વિરૂદ્ધ સમન જાહેર કરી શકે છે.

   આ પહેલા સીબીઆઈએ મુંબઈમાં ચાર ઠેકાણા પર દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હતી. ચંદા કોચર ત્યારે વિવાદમાં આવ્યા જ્યારે તેમણે પોતાના પતિ દિપક કોચર અને વીડિયોકોનને કથિત રીતે કરોડો રૂપિયાની લોન આપી હતી. વિવાદમાં આવ્યા બાદ આઇસીઆઇસીઆઇ બેંકના પ્રમુખ પદેથી તેમણે રાજીનામુ આપ્યુ હતુ

 

(12:00 am IST)