Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

મસાઈ મારા – કેન્યામાં મારા કિલેન્યા સ્કૂલમાં સ્વામીબાપા સ્પોર્ટ્સ ક્લબ દ્વારા બેગ વિતરણ, ચેક ડોનેશન...: સેનેટરો વગેરે મહાનુભાવો બાપાના આશિષ પામ્યા...

કેન્યા : ભક્તિ સંગીત, વિવિધ ભક્તિ નૃત્યો, કીર્તન ભક્તિ, રાસોત્સવ, કથાવાર્તા વગેરેના અનેરા આયોજનો...

ઇસ્ટ આફ્રિકાના કેન્યા રાષ્ટ્રમાં ૭૦૦ ચોરસ માઈલમાં વિસ્તરેલો મસાઈ મારા વિસ્તાર પર્યટકો સહેલાણીઓના મનને આકર્ષણ કરે છે. મસાઈ મારામાં વન્યજીવો અને વિશુદ્ધ વાતાવરણ સહુ કોઈને આકર્ષે છે. વન્યસૃષ્ટિની જીવાદોરીરૂપ મારા નદીને કાંઠે મારા રીવર લોજ થી ૨ કિલોમીટર દૂર મારા કિલેન્યા સ્કૂલ” આવેલી છે. જેનું ઉદ્ઘાટન શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય સ્વામીજી મહારાજ અને સ્વામીબાપા સ્પોર્ટ્સ ક્લબના સદસ્યોએ કર્યું હતું. જેમાં સ્થાનિક મસાઈ જનજાતિના નાના નાના ભૂલકાંઓ અભ્યાસ કરે છે. અંતરિયાળ વિસ્તારમાં અભ્યાસ કરતાં બાળકોને શિક્ષણની સુવિધાઓ પુરતી હજુ પહોચી નથી. ત્યારે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર, નાઈરોબી સ્વામીબાપા સ્પોર્ટ્સ ક્લબ દ્વારા બેગ, નોટબુક, કંપાસ વગેરે અભ્યાસને લગતી કિટ્સ શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય વિશ્વવાત્સલ્યમહોદધિ શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ વરદ હસ્તે આપવામાં આવી હતી. વળી, મસાઈ મારા યુનિવર્સીટીમાં છેલ્લા ત્રણ વર્ષથી લો કાયદાકીય અભ્યાસ કરનાર મિસ જેનીફર (અતિ ગરીબ ઘરની મસાઈ જનજાતિની દીકરી) ને ૫૦,૦૦૦ નો ચેક ડોનેશન કરવામાં આવ્યો હતો. દરવર્ષે સ્વામીબાપા સ્પોર્ટ્સ ક્લબ દ્વારા કેન્યાના નાઈરોબી, થીકા, એલ્ડોરેટ વગેરે જેવા વિધ વિધ શહેરોમાં અંધ, બહેરા, વિકલાંગ, અનાથ બાળકોના શિક્ષણ માટે લાખો શિલિંગનું ડોનેશન કરવામાં આવે છે. તેમજ ભક્તિ સંગીત, વિવિધ ભક્તિ નૃત્યો, કીર્તન ભક્તિ, રાસોત્સવ, કથાવાર્તા વગેરેના પણ આયોજનો થયા હતા. વળી, વિલ્સન એરપોર્ટ પર કેન્યા રાષ્ટ્રના તે તે વિસ્તારના સેનેટરો વગેરેએ  બાપાના આશીર્વાદ પ્રાપ્ત કાર્ય હતા.

(2:08 pm IST)