Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

કેસ સુલઝાવવા માટે ઘર આવેલ પોલીસકર્મીએ મારી સાથે રેપ કર્યોઃ ઓડિશાની ૩૦ વર્ષીય મહિલાની આપવીતી

        ઓડિશાના પુરીમા઼ એક ૩૦ વર્ષીય મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેના પરિવાર વિરૂદ્ધ દાખલ એક કેસમાં એને હલ કરવા માટે ત્રણ મહિના પહેલા તેના ઘરે આવેલ એક પોલીસ કર્મીએ તેના પર રેપ કર્યો હતો.

        મહિલાએ બતાવ્યું કે આરોપીએ એને ધમકી આપી હતી કે જો એણે કોઇને કાંઇ બતાવ્યું તો તે એને જેલમાં પુરી દેશે.

        ઓડિશાના ગૃહમંત્રીઅહે કહ્યું મામલાની તપાસ ચાલુ થઇ ગઇ છે. તપાસના રીપોર્ટના આધાર પર કાર્યવાહી થશે.

(11:27 pm IST)