Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

કોટા હોસ્પિટલમાં સુવિધાને લઈ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટ નાખુશ

૧૦૭થી વધુ બાળકોના મોતથી મુખ્યમંત્રી અશોક ગહેલોત મુશ્કેલીમાં : કેન્દ્ર-અન્ય રાજકીય પક્ષના આક્ષેપો બાદ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટ જેકે લોન હોસ્પિટલમાં માહિતી લેવા પહોંચી ગયા

કોટા, તા. : રાજસ્થાનના કોટાના જેકે લોન હોસ્પિટલમાં એક મહિનાના ગાળામાં ૧૦૭થી વધુ બાળકોના મોતથી રાજસ્થાન સરકાર હચમચી ઉઠી છે. અશોક ગહેલોત સરકારની ચારેય બાજુ ટિકા કરવામાં આવી રહી છે. સરકાર મુશ્કેલીમાં દેખાઈ રહી છે. હવે મામલામાં નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટે પણ સરકાર પર પ્રહાર કર્યા છે. સચિને પોતાની પાર્ટી ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું છે કે, કોઈને કોઈ ખામી ચોક્કસપણે હોઈ શકે છે. આની તેઓ કબુલાત કરે છે. જોકે, સચિન પાયલોટે એમ પણ કહ્યું હતું કે, જવાબદારી આમા નક્કી કરવી જોઈએ. મુખ્યમંત્રી અશોક ગહેલોત દ્વારા જુની સરકારની સરખામણીમાં ઓછા બાળકોના મોત થઈ રહ્યા છે તેવા તર્કને ફગાવી દઈને સચિને કહ્યું છે કે, અમને સરકારમાં આવ્યાને ૧૩ મહિનાનો સમય થઈ ચુક્યો છે. જુના સરકારો ઉપર દોષારોપણ કરવાથી કામ ચાલશે નહીં. સરકારનું વલણ સંતોષ્ટ જનક દેખાઈ રહ્યું નથી.

                   ૧૦૦ બાળકોના મોત અને કેન્દ્રિય નેતૃત્વની નારાજગી બાદ આજે સચિન પોતે હોસ્પિટલ પહોંચ્યા હતા. સચિને હોસ્પિટલમાં પહોંચીને પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, અમને આંકડાની માયાજાળમાં ફસાઈ જવાની રૂ નથી. અમે જવાબ આપી રહ્યા છે. સમગ્ર મામલાને લઈને તેઓ પોતે સંતોષ્ટ જનક સ્થિતિમાં નથી. આંકડાની જાળમાં અમે ચર્ચાને લઈ જઈશું તો જે લોકોએ પોતાના બાળકો ગુમાવ્યા છે તે લોકોને સંતોષ્ટ થશે નહીં. અમને જવાબદારી નક્કી કરવી પડશે. પ્રદેશના મુખ્યમંત્રી અશોક ગહેલોતે કહ્યું હતું કે, પ્રદેશની દરેક હોસ્પિટલમાં દરરોજ ત્રણથી ચાર બાળકોના મોત થાય છે. કોઈ નવી વાત નથી. ગહેલોતે દાવો કર્યો હતો કે, છેલ્લા વર્ષમાં છેલ્લા વર્ષની સરખામણીમાં સૌથી ઓછા મોત થયા છે.

                   ઉત્તરપ્રદેશમાં સીએએ વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસામાં માર્યા ગયેલા લોકોના આવાસ ઉપર પહોંચેલા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, તેઓ કોટા નહીં જવાના આક્ષેપોને લઈને કોઈ નિવેદન કરવા માંગતા નથી. પ્રિયંકાએ કહ્યું હતું કે, તેઓએ કોટા હોસ્પિટલમાં મોટી સંખ્યામાં બાળકોના મોતને લઈને માહિતી આકત્રિત કરી લીધી છે. વધારે માહિતી એકત્રિત કરવા માટે કોંગ્રેસની એક ટીમ પહોંચી ચુકી છે. બીજીબાજુ હોસ્પિટલમાં ૧૦૭થી વધુ બાળકોના મોત બાદ કોંગ્રેસની સરકાર પર ચારેય બાજુથી આક્ષેપો થઈ રહ્યા છે. બસપ વડા માયાવતીએ પણ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા. હોસ્પિટલમાં બાળકોના મોત મુદ્દે આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર હાલમાં ચાલી રહ્યો છે.

(8:04 pm IST)