Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

જેએનયુના વિદ્યાર્થીઓએ માસ્‍ક પહેરી ગાર્ડને ધોકાવ્‍યો

નવી દિલ્હી: જેએનયુમાં આજે મોટી બબાલ જોવા મળી. કેટલાક વિદ્યાર્થીઓ માસ્ક પહેરીને ઈન્ફોર્મેશન સેન્ટરમાં ઘૂસી ગયાં. આ વિદ્યાર્થીઓએ જબરદસ્તીથી પાવરસપ્લાય બંધ કરી દીધો જેનાથી સર્વર પ્રભાવિત  થયું.

કહેવાય છે કે આ વિદ્યાર્થીઓ બપોરે 1 વાગે ઇન્ફોર્મેશન સેન્ટર પહોંચ્યા હતાં. જબદસ્તીથી અંદર ઘૂસી ગયાં. વિદ્યાર્થીઓ પર આરોપ છે કે તેમણે જબરદસ્તીથી ટેક્નીકલ સ્ટાફને બહાર કાઢ્યો. આ વિદ્યાર્થીઓએ સેન્ટર ફોર ઈન્ફોર્મેશન સેન્ટરની ઓફિસમાં તાળું પણ લગાવી દીધુ અને તેની બહાર ધરણા પર બેસી ગયાં.

આમ છતાં વિવાદ શાંત થયો નથી. આરોપ છે કે વિદ્યાર્થીઓએ આજે સવારે એક ગાર્ડની પીટાઈ કરી દીધી. ગાર્ડ વાઈફાઈ ફરીથી શરૂ કરવાની કોશિશ કરી રહ્યો હતો.

(4:56 pm IST)