Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

હિંદુ મહાસભાનો કોંગ્રેસ પર પલટવાર : કહ્યું 'અમને એવી વાત પણ સંભળાય છે કે રાહુલ ગાંધી સમલૈંગિક છે' : વીર સાવરકર વિવાદ મુદ્દે રાજકારણમાં આવ્યો વધુ ગરમાવો

નવી દિલ્હી : ભોપાલમાં શરૂ થયેલી કૉંગ્રેસના સેવાદળની રાષ્ટ્રિય પ્રશિક્ષણ શિબિર વીર સાવરકર પર કરવામાં આવેલી ટિપ્પણીઓ પછી વિવાદ છે. આ પ્રશિક્ષણ શિબિરમાં વહેંચવામાં આવેલી પુસ્તિકા 'વીર સાવરકર, કિતને વીર?'માં ડૉમિનિક લાપિએ અને લેરી કૉલિન્સના પુસ્તક 'ફ્રીડમ એટ મિડનાઇટ'ને ટાંકીને દાવો કરવામાં આવ્યો છે કે વીર સાવરકરના નથૂરામ ગોડસેની સાથે સમલૈંગિક સંબંધ હતા. આ બુકલેટમાં સાવરકર વિશે છપાયેલી ટિપ્પણીઓને લઈને ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાની સાથે-સાથે વિનાયક સાવરકરના પૌત્ર રંજિત સાવરકરે વાંધો ઉઠાવ્યો હતો.

તો હિંદુ સહાસભાએ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી સમલૈંગિક છે એવી વાત પણ કરી છે. ઇન્ડિયા ટૂડેમાં પ્રકાશિત એક અહેવાલમાં હિંદુમહાસભાએ કહ્યું કે, અમને તો વાતો એવી પણ સંભળાય છે કે રાહુલ ગાંધી સમલૈંગિક છે. રંજિત સાવરકરે આ મામલે મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરવાના પ્રયત્નો કર્યા હતો પરંતુ મુખ્ય મંત્રી કાર્યાલયમાં પહોંચ્યા પછી પણ મુખ્ય મંત્રીએ તેમને મળવાનો સમય ન આપ્યો. તેમણે કહ્યું, "હું આખો દિવસ તેમની સાથે મુલાકાત કરવા માટે પ્રયત્ન કરતો રહ્યો પરંતુ તેમના સચિવે મારા સંદેશાનો જવાબ ન આપ્યો અને મારો ફોન ન ઉઠાવ્યો."

"આ પછી હું મુખ્ય મંત્રી કાર્યાલય આવી ગયો. અહીં મને બેસવા માટે કહેવામાં આવ્યું પરંતુ 50 મિનિટ પછી ખબર પડી મુખ્ય મંત્રી ઑફિસમાંથી નીકળી ગયા છે. આ પછી હું તેમની ઑફિસમાં એક પત્ર છોડીને પરત આવી ગયો." આજ પુસ્તિકામાં સાવરકરના ગૌ-ભક્તિને લઈને વિચારો શું હતા તેનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.

કૉંગ્રેસ સેવાદળના 10 દિવસીય પ્રશિક્ષણ કાર્યક્રમની શરૂઆત ભોપાલમાં ગુરૂવારે થઈ છે. જેમાં રાષ્ટ્રીય સેવક સંઘ અને ભારતીય જનતા પાર્ટીના કેટલાંક તથ્યો અને અને તેના વિશે જાણકારીઓ આપવામાં આવી છે. આ પુસ્તિકામાં લખ્યું છે કે નેતાજી સુભાષચંદ્ર બોસે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન, દેશને આઝાદ કરાવવા માટે વિદેશી સહાયતા મેળવવા પ્રયત્નો કરી રહ્યા હતા અને દેશના પૂર્વોત્તર પર એક અન્ય હુમલાની યોજના બની રહી હતી, ત્યારે વીર સાવરકરે અંગ્રેજોને પૂર્ણ સૈન્ય સહકાર આપવાની ભલામણ કરી હતી.

પુસ્તિકામાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આરએસએસ અને ભાજપ અને તેમના સહયોગીની વર્તમાન વિચારધારાથી અલગ સાવરકરે ક્યારેય ગાયને ધાર્મિક મહત્ત્વ નથી આપ્યું, બલકે એને આર્થિક રીતે ઉપયોગી માની.

આ પુસ્તકોથી વિરોધપક્ષ ભાજપને સત્તાપક્ષ કૉંગ્રેસને ઘેરવાની તક મળી છે. ભાજપે આ પુસ્તકોમાં રજૂ કરવામાં આવેલા તથ્યો પર વાંધો ઉઠાવ્યો છે. શિવસેના નેતા સંજય રાઉતે કૉંગ્રેસ સેવાદળની પુસ્તિકા પર પ્રતિક્રિયા આપતા કહ્યું, "સાવરકર એક મહાન વ્યક્તિ હતી. એક સમુદાય એમની સામે બોલ્યા કરે છે. તે કોઈ પણ લોકો પણ હોય, આ તેમના મગજની ગંદકી દર્શાવે છે."

(4:01 pm IST)