Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

L.I.C દ્વારા નાણા પ્રધાનને ૨૬૧૦ કરોડનો ડિવીડંડનો ચેક અર્પણ

L.I.C ના ઈતિહાસમાં પ્રથમ વખત સરપ્લસ ૫૦ હજાર કરોડને પાર

રાજકોટઃ એલ.આઇ.સી.ના એકચ્યુરિયલ  વેલ્યુએશન સરપ્લસમાંથી , ભારત સરકારના હિસ્સાનો રૂપિયા ૨૬૧૦.૭૪ કરોડનો ડીવિડંડનો ચેક એલ.આઇ.સી.ના અધ્યક્ષ શ્રી એમ.આર.કુમારે, સુશ્રી નિર્મલા સીતારામન , કેન્દ્રિય નાણાં અને કોર્પોરેટ બાબતોના પ્રધાનને અર્પણ કર્યો હતો. નાણાકિય વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન એલ.આઇ.સી. એ ગત વર્ષ ઉપર ૯.૯%ના ગ્રોથ સાથેે કુલ રૂપિયા ૫૩૨૧૪.૪૧ કરોડનું વેલ્યુએશન સરપ્લસ પ્રાપ્ત કર્યુ છે. આ એલ.આઇ.સી. ના ઈતીહાસમાં પહેલી વખત છે કે વેલ્યુએશન સરપ્લસ રૂપિયા ૫૦૦૦૦ કરોડને પાર થયુ છે. આ પ્રસંગે શ્રી રાજીવ કુમાર સેક્રેટર(ફાયનાન્સ),શ્રી દેબાશીશ પાંડા સ્પેશિયલ  સેક્રેટરી (ઈન્સ્યોરન્સ અને એફ.આઇ.) ભારતીય જીવન વિમા નિગમ મેનેજીંગ ડિરેકટર, શ્રી ટી.સી. સુશીલ કુમાર , શ્રી વિપીન  આનંદ , શ્રી મુકેશ કુમાર ગુપ્તા અને શ્રી રાજકુમાર હાજર રહ્યા હતા.  એલ.આઇ.સી. એ તેની સ્થાપના પછી ૬૩ વર્ષ પુર્ણ કર્યા છે. અને રૂપિયા ૩૧.૧૧ લાખ કરોડથી વધારે સંપતીનું સંચાલન કરે છે. વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન રૂપિયા ૫.૬૧ લાખ કરોડની વાર્ષિક આવક અને રૂપિયા ૧૪૨.૧૯૧.૬૯ કરોડની અત્યાર સુધીની ઉચ્ચતમ ફર્સ્ટ ઈયર પ્રીમીયમ ઈનકમ મેળવેલ છે. વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન ૨ કરોડ ૫૯ લાખ દાવા પેટે રૂપિયા  ૧.૬૩ લાખ કરોડની રકમ ચૂકવેલ છે. એલ.આઇ.સી.ની ૩૦ નવે. ૨૦૧૯ના રોજ નંબર ઓફ પોલીસીમાં માર્કેટ શેર ૭૬.૨૮% અને ફર્સ્ટ ઈયર પ્રિમીયમમાં ૭૧% છે.

(3:47 pm IST)