Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

ઉધ્ધવ સરકારને મોટો આંચકોઃ મંત્રી અબ્દુલ સતારે આપ્યું રાજીનામું

ગઠબંધનમાં ભંગાણઃ ૩૦ ડિસેમ્બરના રોજ મહારાષ્ટ્ર કેબિનેટ વિસ્તરણમાં મંત્રી બનાવવાના લીધે નારાજ

નવી દિલ્હી,તા.૪: શિવસેના નેતા અબ્દુલ સત્ત્।ારે મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેના મંત્રીમંડળમાંથી રાજીનામું આપી દીધું છે. જો કે હજુ સુધી અબ્દુલ સત્ત્।ારે પોતાનું રાજીનામું મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેને સોંપ્યું નથી.

એક મળતી જાણકારી મુજબ અબ્દુલ સત્ત્।ારને રાજયકક્ષાના મંત્રી બનાવવામાં આવતાં શિવસેનાના દ્યણા નેતાઓ નારાજ હતા જેને લઇને અબ્દુલ સત્ત્।ારે રાજીનામું આપ્યું હોય તેવી સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં જ મહારાષ્ટ્રમાં ઉદ્ઘવ સરકારમાં ૩૬ નવા મંત્રીઓએ શપથ લીધી હતી, જેમાં એક ઉપ મુખ્યમંત્રી, ૨૫ કેબિનેટ અને ૧૦ રાજય મંત્રી સામેલ છે. કોંગ્રેસ  અને NCP  જ નહીં પરંતુ શિવસનાએ પણ મહારાષ્ટ્રમાં મુસ્લિમ સમાજને પોતાની સાથે રાખવા માટે પોતાના કવોટામાંથી મંત્રી બનાવાયાં હતા. જો કે અબ્દુલ સત્ત્।ાર રાજયમંત્રી બનાવામાં આવતા તેમજ મંત્રી પદને લઇને નારાજ હોવાનું જાણવા મળ્યું છે. અબ્દુલ સત્ત્।ારે પોતાનું રાજીનામું મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેના બદલે શિવસેનાના એક નેતાને મોકલ્યું છે.

મહારાષ્ટ્રમાં ઉદ્ઘવ ઠાકરે સરકારે પ્રથમ ઝટકો લાગ્યો છે. શિવસેનાના રાજયમંત્રી અબ્દુલ સતારે રાજીનામુ આપી દીધુ છે. હાલમાં જ ૩૦ ડિસેમ્બરના મહારાષ્ટ્ર કેબિનેટ વિસ્તરણ થયું હતું. રાજીનામાનું કારણ હાલ સ્પષ્ટ નથી. સૂત્રોની જાણકારી મુજબ મંત્રી બનાવવાને લઈને ચાલી રહેલા રાજકારણથી નારાજ હતા. મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેએ તેમને મનાવવા વરિષ્ઠ નેતાઓને મોકલ્યા છે. શિવસેનાના ધારાસભ્યો જયારે હોટલમાં રોકાયા હતા ત્યારે સતાર તેમને લીડ કરતા હતા. અન્ય ધારાસભ્યો મીડિયા સાથે વાત કરવાથી દૂર ભાગતા હતા ત્યારે સતાર મીડિયા સામે ખુલીને બોલી રહ્યા હતા. જેના કારણે તેમને નવી ઓળખ મળી હતી અને તેઓ નેશનલ ન્યૂઝમાં છવાયેલા રહ્યા હતા. ૩૦ ડિસેમ્બરે ઉદ્ઘવ ઠાકરે સરકારનું કેબનેટ વિસ્તરણ થયું હતું. તે વખતે અબ્દુલ સત્ત્।ારે પદ અને ગોપનીયતાના શપથ લીધા હતાં.

કોંગ્રેસ પાર્ટીમાં પૂર્વ મંત્રી રહેલા સતાર ૨૦૧૯માં કોંગ્રેસ છોડી શિવસેનામાં સામેલ થયા હતા. સત્ત્।ારના સિલ્લોડ વિધાનસભાથી સતત ત્રીજીવાર ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યાં છે. વર્ષ ૨૦૦૯ અને ૨૦૧૪માં તેઓ કોંગ્રેસ પાર્ટીથી ધારાસભ્ય રહ્યાં હતાં. વર્ષ ૨૦૧૯માં સત્ત્।ાર શિવસેનાની ટિકિટ પરથી ચૂંટણી લડ્યા અને જીત્યા.

(3:46 pm IST)