Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

સોનામાં વધુ ૨૫૦ રૂ.નો ઉછાળો

અમેરીકા અને ઇરાન વચ્ચે તંગ પરિસ્થિતિને લીધે બે દિ'માં ૬૫૦ વધી ગયાઃ સોનુ ૧૦ ગ્રામના (હાજરમાં) ભાવ વધીને ૪૦૩૦૦ રૂ. થયા

રાજકોટ, તા. ૪ :. અમેરીકા અને ઇરાન વચ્ચે તંગ પરિસ્થિતિને પગલે સોનામાં આજે વધુ ૨૫૦ રૂ.નો ઉછાળો થયો હતો.

અમેરીકા અને ઇરાન વચ્ચે તંગ સ્થિતિના પગલે બુલીયન માર્કેટમાં ડોલરમાં ઉછાળો થતા સ્થાનીક બજારમાં આજે સોનાના ભાવમાં વધુ ૨૫૦ રૂ.નો ભાવ વધારો થયો હતો. ગઇકાલે રાત્રે સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)નો ભાવ  ૪૦૦૫૦ રૂ. હતા તે વધીને આજે ૪૦૩૦૦ રૂ.ની સપાટીએ ભાવ પહોંચી ગયા હતા. સોનાના બિસ્કીટમાં ૨૫૦૦ રૂ.નો તોતીંગ ઉછાળો થતા સોનાના બિસ્કીટના ભાવ ૪૦૩૦૦૦ સપાટીએ પહોંચ્યા હતા.

અમેરીકા અને ઇરાન વચ્ચેના તંગ સ્થિતિને પગલે બે દિવસમાં સોનામાં હાજરમાં ૧૦ ગ્રામે ૬૫૦ રૂ.નો ભાવ વધારો થયો છે. આગામી દિવસોમાં બંન્ને કિંમતી ધાતુઓમાં હજુ પણ ભાવવધારો જોવા મળે તેવી શકયતા છે.

(3:45 pm IST)