Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

જમ્મુ કાશ્મીરમાં લાગુ થશે સીએએઃ રોહીંગ્યાઓને મોકલી દેવાશે બહારઃ કેન્દ્રીય પ્રધાન જીતેન્દ્રસિંહનું બયાન

નવી દિલ્હી તા. ૪: નાગરિકતા સંશોધન કાનૂનના થઇ રહેલા વિરોધ વચ્ચે કેન્દ્રીય પ્રધાન જીતેન્દ્રસિંહે કહ્યું છે કે આ કાયદો જમ્મુ કાશ્મીરમાં પણ લાગુ થશે. રોહિંગ્યા શરણાર્થીઓએુ અહીંથી જવું પડશે. તેમણે કહ્યું કે રોહિંગ્યાઓને જમ્મુ કાશ્મીરમાંથી બહાર કાઢવામાં આવશે, તેમના નિર્વાસન માટે અમે પૂરી તૈયારી કરશું. તેમણે કહ્યું કે આ લોકો જમ્મુ-કાશ્મીરમાં કેમ આવ્યા, શું તેમનો ઇરાદો અહીંની વસ્તીનું પ્રમાણ બદલવાનો હતો તેની પણ તપાસ કરવામાં આવશે.

જીતેન્દ્રસિંહે કહ્યું કે જે દિવસે સીએએ સંસદમાં પસાર થયો તે દિવસથી જ તે જમ્મુ કાશ્મીરમાં પણ લાગુ થઇ ગયો છે. હવેત્યાં આગલામી પગલું રોહિંગ્યાના નિર્વાસનનું હશે. તેમણે જમ્મુ કાશ્મીરના અધિકારીઓના ત્રણ દિવસના પ્રશિક્ષણ કાર્યક્રમમાં સ્વીકાર્યું હતું કે જમ્મુ વિસ્તારમાં મોટી સંખ્યામાં રોહિંગ્યા શરણાર્થીઓ રહે છે. સિંહે કહ્યું કે રોહિંગ્યાઓના નિર્વાસનની યોજના કેન્દ્રમાં વિચારાધીન છે. સીએએ રોહિંગ્યાઓનેકોઇ પ્રકારના લાભ નહીં આપે.

તેમણે કહ્યું કે તેઓ ૬ ધાર્મિક લઘુમતિઓમાં નથી આવતા અને જેમનો સીએએ માં ઉલ્લેખ છે એ ત્રણ દેશોમાંથી પણ નથી આવ્યા. રોહિંગ્યાઓ મ્યાંમારથી અહિં આવ્યા છે અને એટલે જ તેમણે પાછું જવું પડશે. જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો ત્યાં સરકારી આંકડાઓ મુજબ રોહિંગ્યા મુસ્લિમો અને બાંગ્લાદેશીઓ સહિત ૧૩૭૦૦ થી વધારેવિદેશીઓ જમ્મુ અને સાંબા જીલ્લામાં વસેલા છે.

(3:41 pm IST)