Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

ઉત્તરપ્રદેશના ૨૦ મહોત્સવ અને મેળા

જેમાં જોવા મળે છે સંપુર્ણ ભારતની ઝાંખી

લખનૌઃ  ઉત્તર પ્રદેશમાં આયોજિત થતા મેળા અને મહોત્સવો ભારતમાં જ નહીં પણ આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે અહીં દરેક વિસ્તારોમાં અલગ અલગ મેળા મહોત્સવ થાય છે ઉત્તર પ્રદેશમાં આયોજિત થતા મેળાઓમાં સૌથી મોટું છે કુંભ મેળો.જે પ્રયાગ રાજ્યમાં થાય છે ત્યાર પછી બીજા નંબર પર આવે છે નૌચંદીનો મેળો જે મેરઠમાં યોજાય છે તો આવો જાણીએ ઉત્તર પ્રદેશના પ્રસિદ્ધ મેળાઓ અને મહોત્સવો વિશે.

નૌચંદી મેળો

મેળો દર વર્ષે મેરઠમાં થાય છે આ મેળામાં એક બાજુ માં નવું ચંડી દેવી નું મંદિર છે તો બીજી તરફ વિશ્વ પ્રસિદ્ધ સંત સૈયદ સાલારની દરગા છે

શાકુંભરી મેળો

શાકુંભરી મેળો રાજ્યના  સહરાનપુર જીલ્લામાં દર વર્ષે નવરાત્રીમાં યોજાય છે. 

કુંભ મેળો

કુંભ મેળો દર વર્ષે પ્રયાગ રાજમાં ત્રીવેણી સંગમના તટ પર યોજાય છે. જેમા લાખો શ્રધ્ધાળુઓ  વિશ્વભરમાંથી આવે છે.

દેવાશરીફ મેળો

દેવા શરીફ મેળાનુ આયોજન દર વર્ષે  બારાબંકીમાં પ્રસિધ્ધ સૂફી સંત વારિસ અલી શાહ દરગાહ પર થાય છે. જેમાં હિંદુ મુસ્લીમો ભાઇચારા અને સદભાવપૂર્વક ભાગ લે છે.

ખિચડી મેળો

ખિચડી મેળો ગોરખપુરના ગોરખનાથ મંદિરના પરિસરમાં યોજાય છે. અને એક મહિના પણ વધારે સમય ચાલે છે.

રામબારાત આગ્રા

આગ્રામાં રામ અને  તેમના   ત્રણ ભાઇઓની જાન ધામધૂમપૂર્વક નીકળે છે.

સોરો મેળો

સોરો મેળો કાસગંજ જીલ્લાના સોરોમાં માગશર મહિનામાં દર વર્ષે યોજાય છે.

ગોવિંદસાહિબ ધામ

આબેંડકરનગર અને આઝમગઢની હદ પર આવેલ ગોવિંદ સાહિબધામ  આસ્થાનુ પ્રતિક છે. માન્યતા છે કે અહીં બાબાને દશમીએ ખિચડી ધરાવવાથી દરેક ઈચ્છા પુરી થાય છે.

કૈલાસ મેળો

કૈલાસ મેળાનુ આયોજન દર વર્ષે શ્રાવણના ત્રીજા સોમવારે રાજ્યના આગ્રા તાલુકામાં કૈલાસ અને સિંકદરા નામના સ્થળે થાય છે.

બટેશ્વર મેળો

બટેશ્વર મેળો આગ્રા  તાલુકાના બટેશ્વર નામના સ્થળે યમુનાના કિનારે થાય છે.

કજલી મેળો

કીરત સાગરના કાંઠે યોજાતા  આ ઐતિહાસિક  મેળાની  ખ્યાતિ દુર દુર સુધી છે.

રામાયણ મેળો

ભગવાન શ્રી રામની તપોભુમિ ચિત્રકુટમાં આયોજીત થતા આ રાષ્ટ્રીય મેળાની પરિકલ્પના ડો. રામમનોહર લોહિયાએ કરી હતી.

નૈમિષારણ્ય મેળો

પૌરાણીક નૈમિષારણ્ય વિસ્તારમાં હોલિકા દહન  પહેલા જ ૮૪ કોશની પરિક્રમા  શરૂ થાય છે.

જન્માષ્ટમી મેળો

જ્નમાષ્ટમી મેળાનુ આયોજન  શ્રી કૃષ્ણની જન્મભુમિ મથુરામા દર વર્ષે થાય છે.  જેમા લાખો ભકતો આવતા હોય છે.

તાજ મહોત્સવ

તાજ મહોત્સવમાં ભારતીય લલિત કળાઓ તથા મોગલોના સમયની સંસ્કૃતિઓ રજુ કરવામાં આવે છે.

કબીર મહોત્સવ

સંત કબીરદાસજીના જીવન ચરિત્ર સંબધિત વિષયોને આ મહોત્સવમાં દર્શાવાય છે.

લખનૌ મહોત્સવ

અવધકાલિન પરંપરાગત લોકનૃત્ય વૈભવ, નજીકતને લખનૌ મહાનગરમાં આયોજીત આ મહોત્સવમાં દર્શાવાય છે.

અલ્હાબાદ ઉત્સવ

આ ઉત્સવમાં હિંદુ મુસ્લીમ સાંસ્કૃતિક વારસાનુ પ્રદર્શન કરવામાં આવે છે.

કામીપલ ઉત્સવ

ફર્રૃખાબાદના રામેશ્વરનાથ અને કમલેશ્વરનાથ તથા જૈનોના મંદિરમાં કામ્પીલ ઉત્સવ યોજાય છે.

વારાણસી ઉત્સવ

વારાણસી ઉત્સવમાં ભારતીય ધર્મ, સાંસ્કૃતિક તથા જ્ઞાન વિજ્ઞાનના વિષયો સંબંધિત દ્રશ્યો રજૂ કરવામાં આવે છે.

(3:40 pm IST)