Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

બંધારણની પ્રસ્તાવનામાંથી ધર્મનિરપેક્ષ શબ્દ હટાવોઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ

નવી દિલ્હી : ભારતીય બંધારણમાં દેશને એક લોકતાંત્રિક ગણરાજ્યની સાથે જ એક સંપ્રભુ, સમાજવાદી અને ધર્મનિરપેક્ષ તરીકે સંદર્ભિત કરવામાં આવ્યો છે.  જો કે આર એસ એસના એક ઉચ્ચ નેતા અને પ્રજન  પ્રવાહના  રાષ્ટ્રીય સંયોજક નંદકુમાર ઈચ્છે છે કે ભારત ધર્મનિરપેક્ષ શબ્દના  સમાવેશ ઉપર પુનઃવિચાર  કરે.  તેમનુ કહેવુ છે કે ધર્મનિરપેક્ષતાનો દાવો એક પશ્ચિમી અવધારણા છે.

નંદકુમારે કહ્યુ 'ધર્મનિરપેક્ષતા એક પશ્ચિમી અને સેમિટીક અવધારણા છે જે પશ્ચિમમાંથી આવેલ છે. આ હકિકતમાં પોપના પ્રભુત્વની વિરુધ્ધ છે' તેમણે તર્ક આપ્યો કે  ભારતને એક ધર્મનિરપેક્ષ લોકાચારની જરૂશ્ર નથી. કેમકે દેશ ધર્મનિરપેક્ષતાથી અલગ છે. કેમકે તે સાર્વભૌમિક સ્વીકૃતિને સહિષ્ણુતાની પશ્ચિમી અવધારણાની વિરુધ્ધ માને છે.  સંઘના આ નેતાએ ગુરૂવારે અહીં 'બદલતે દૌર મે હિન્દુત્વ' નામનું એક પુસ્તક પણ પ્રગટ કર્યુ.

પુસ્તકના  આ  લોચીંગ કાર્યક્રમમાં સંઘના ઉચ્ચ હોદ્દેદાર  કૃષ્ણગોપાલે પણ ભાગ લીધો હતો. નંદકુમારે કથિત રીતે 'પશ્ચિમ બંગાળના ઈસ્લામીકરણ' માટે પોતાના પુસ્તકમાં મમતા બેનર્જીની સરકાર પર હુમલો પણ કર્યો છે. તેમણે જણાવ્યુ 'આપણે એ જોવુ પડશે કે શું આપણે ધર્મનિરપેક્ષનુ બોર્ડ લગાવવાની જરૂર છે?'

તેમણે કહ્યુ કે સમાજે કોઇ પણ રાજકીય વર્ગ વગર આ વાત પર ધ્યાન આપવુ જોઇએ  કે ભારતીય  બંધારણની પ્રસ્તાવનામાં ધર્મનિરપેક્ષ શબ્દ રાખવો જોઇએ કે નહી નંદકુમારે કહ્યુ કે બંધારણની પ્રસ્તાવનામાં ધર્મનિરપેક્ષ શબ્દનું અસ્તિત્વ જરૂરી છે જ નહી અને બંધારણના ઘડવૈયા પણ તેની વિરુધ્ધમાં હતા. તેમણે કહ્યુ 'બાબા સાહેબ આંબેડકર , કૃષ્ણસ્વામી ઐયર સહિત બધાએ આના વિરુધ્ધ ચર્ચાઓ કરીને કહ્યુ હતુ કે આને સામેલ કરવુ જરૂરી નથી.'

(3:39 pm IST)