Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

એક વર્ષમાં ગોરખપુરમાં થયેલ એક હજારથી વધુ બાળકોના મોતના જવાબદાર કોણ?: અખીલેશ

ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી સાયકલ રેલી કાઢશે

લખનૈઃ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીને કોટામાં બાળકોના મોતની ચિંતા છે પણ ગોરખપુરમાં બાળકોના મોત ઉપર ચુપ કેમ છે. નાગરિકતા સંશોધન કાયદાના વિરોધ દરમિયાન જેમના મોત થયા છે. તે પોલીસની ગોળીઓથી થયા છે. બીજેપી સીએએ અને એનપીઆર ઉપર જાણીજોઈને વાત કરી રહી છે. જેથી રોજગારી અંગે ચર્ચા ન થાય. ભાજપ બંધારણ સાથે રમત કરી રહી છે. આ આકરા પ્રહારો પૂર્વ મુખ્યમંત્રી અખીલેશે કર્યા છે.

સમાજવાદી મુખ્યાલયે પ્રેસ કોન્ફરન્સમાં અખીલેશે કેન્દ્ર અને રાજયની યોગી સરકાર ઉપર તીખા પ્રહારો કરેલ. અખીલેશે સીએએ, એનઆરસી, એનપીઆરના આરોપ અને સપા નેતા આઝમ ખાન વિરૂધ્ધ થયેલ કાર્યવાહી સહીતના મુદ્દે પ્રહારો કરેલ. અખીલેશે સીએમ યોગી ઉપર પ્રહાર કરતા જણાવેલ કે પ્રદેશના મુખ્યમંત્રી છેલ્લા ૧૨ મહિનામાં થયેલ હજારથી વધુ બાળકો ખોટી દવા અપાયાથી મૃત્યુ પામેલ. તેમના મોત અંગે જવાબદાર કોણ? તેમણે મૃતક બાળકોની યાદી જાહેર કરાશેનું પણ જણાવેલ.

(1:03 pm IST)