Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

મોદી સરકાર વધુ એક મોટો નિર્ણય લેવાની તૈયારીમાં: LTCG ટેક્ષ હટાવશે

પીએમઓ - નાણામંત્રાલય વચ્ચે મંત્રણાઃ મોટી કંપનીઓને મોટી રાહત આપવાની તૈયારી

નવી દિલ્હી,તા.૪: કેન્દ્ર સરકાર જલ્દી જ Long Term Capital Gains (LTCG) ટેકસને પરત લે તેવી શકયતા છે. LTCG ટેકસ પરત લેવાથી દ્યણી કંપનીઓને મોટી રાહત મળી શકે છે. એક ખાનગી મીડિયા સાથેની વાતચીતમાં બે વરિષ્ઠ સરકારીઓ જણાવ્યું કે LTCG ટેકસને લઇને પ્રધાનમંત્રી કાર્યાલય અને નાણાં મંત્રાલય વચ્ચે ગંભીર મંત્રણા થઇ છે.

જો કે એવી સંભાવના છે કે નાણાં મંત્રાલય તરફથી આ અંગેની જાહેરાત આ વર્ષના ફેબ્રુઆરીમાં રજૂ કરવામાં આવનાર બજેટમાં કરવામાં આવી શકે છે.

આ અગાઉ રાષ્ટ્ર નિર્માણમાં નિષ્પક્ષ યોગદાન આપવાના હેતુથી LTCG ટેકસ મોટી કંપનીઓ પર લગાવામાં આવ્યો હતો. તે સમયે આ નિર્ણય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જણાવ્યા બાદ નાણા મંત્રાલય તરફથી લેવામાં આવ્યો હતો. પરંતુ સરકાર અને મોટી કંપનીઓએ જાણ્યું કે LTCG થી રેવન્યુ એકઠી કરવી મુશ્કેલ થઇ રહી છે. ત્યાર બાદ સરકારે ઇકિવટીમાં લાંબા સમય સુધી ફલો બનાવી રાખવા માટે દબાણ વધારવા માટે આ ટેકસને નાબૂદ કરવાનું મન બનાવી લીધુ છે.

(1:01 pm IST)