Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

રાજસ્થાનમાં મોટી ઉથલપાથલ : બસપાના ૬ ધારાસભ્યો કોંગ્રેસમાં : ગેહલોત સરકારને પૂર્ણ બહુમત

જયપુર : બહુજન સમાજ પાર્ટી રાજસ્થાનના ૬ ધારાસભ્યોએ સત્તાવાર રીતે કોંગ્રેસનું સભ્યપદ લીધું છે. આ તમામ ધારાસભ્યો ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કોંગ્રેસમાં જોડાયા હતા, ત્યારબાદ આ તમામ ધારાસભ્યો કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળ્યા હતા અને સત્તાવાર રીતે કોંગ્રેસનું સભ્યપદ લીધું હતું. આ તમામ ધારાસભ્યોએ કોંગ્રેસની સરકારને બહારથી ટેકો આપ્યો હતો, પરંતુ બાદમાં આ લોકો કોંગ્રેસમાં જોડાયા હતા.

નોંધપાત્ર વાત એ છે કે, રાજસ્થાન વિધાનસભા ચૂંટણી ૨૦૧૮માં કોંગ્રેસને કુલ ૯૯ બેઠકો મળી હતી. ભાજપને ૭૩ બેઠકો મળી હતી. કોંગ્રેસ એકમાત્ર મોટી પાર્ટી તરીકે ઉભરી હતી, પરંતુ બહુમતીથી એક બેઠક ઓછી રહી હતી. કોંગ્રેસ ત્યારબાદ બસપા અને અપક્ષ ધારાસભ્યોની મદદથી સરકાર બનાવી લીધી હતી. બહુજન સમાજ પાર્ટીનાં છ ધારાસભ્યો કોંગ્રેસમાં સામેલ થયા બાદ ગેહલોત સરકાર પોતાના દમ પર સંપૂર્ણ બહમતીવાળી સરકાર બની છે.

(11:43 am IST)