Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

ઓશો હંમેશા મને એક મિત્ર જેવા લાગે છે

ઓશોની બે વાતો મુખ્યરૂપે મારી સાથે રહે છે. એક ''ભૂતકાળ છે નહી, ભવિષ્ય  આવ્યું નથી, આપણી સાથે વર્તમાન જ છે'' અને બીજી ''ભલે ગમે તે થાય, આંખો બંધ કરીને પોતાના વિચારોને જ જુઓ. જેવી રીતે તમે કોઇ બસસ્ટોપ પર બેઠા છો અને તમારી સામેથી કોઇ ટ્રાફિક પસાર થતો હોય તેવી રીતે પોતાના વિચારોને જુઓ.'' ઓશો કાયમ મને એક મિત્ર જેવા જ લાગે છે.

ઓશો પોતાની વાતને હંમેશા વિરોધાભાસ દ્વારા કહે છે. શબ્દોનો વૈભવ પ્રગટ કરીને છેલ્લે તેઓ કહે છે કે આ બધા શબ્દો મેં એટલા માટે કહયા છે જેથી તમે શબ્દો થી પાર ચાલ્યા જાવ. હું તમને મારી પાસે એટલે બોલાવું છું કે તમને તમારી યાદ આવે. હું તો ફકત એક મિત્ર છું અથવા એક આંગળી જે ચંદ્ર તરફ ઇશારો કરે છે. આંગળીને ન પકડતા, ચંદ્રને જોજો. ઓશોએ એવી થેરેપીઓ અને ધ્યાન વિધીઓ બનાવી છે જે દરેક પ્રકારના મનુષ્ય માટે કામ આવે છે.

વિશાલ ભારદ્વાજ (ફિલ્મ ડાયરેકટર અને સંગીતકાર)

(11:14 am IST)