Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

ત્રીજા વિશ્વ યુધ્ધની આલબેલઃ અમેરિકાની બીજી એરસ્ટ્રાઇક

ગમે તે ઘડીએ વૈશ્વિક ભડકો નિશ્ચિતઃ કોઇપણ ઇસ્લામિક રાષ્ટ્ર વળતો પ્રહાર કરશે તો ભરી પીવા અમેરિકા તૈયાર છેઃ ટ્રમ્પ છેલ્લા ર૪ કલાકમાં બીજા એટેકમાં ઇરાન સમર્થિત મિલીશીયા ફોર્સના ટોચના નેતા સહિત ૬નો ખાત્મો

બગદાદ : અમેરિકાએ માત્ર ર૪ કલાકમાં શનિવારે વહેલી સવારે (ગઇ મોડી રાત્રે ૧-૧ાા વાગે) ફરી હવાઇ હૂમલો કર્યો છે અને ૬ ને જીવતા ફૂંકી માર્યા છે. માર્યા ગયેલાઓ ઇરાન સમર્થિત મિલિશીયા પોપ્યુલર મોબીલાઇઝેશન ફોર્સના હોવાનું જણાવાય છે. ત્રણની સ્થિતિ ગંભીર છે. ઇરાકની રાજધાની બગદાદના 'તાજી' વિસ્તારમાં આ હૂમલો થયો હતો. મિલીશીયાના ૩ માંથી ર વાહનો આગની લપેટમાં જોવા મળેલ. સ્થાનીક સમય મુજબ રાત્રે ૧.૧ર મિનીટે આ હવાઇ હૂમલો થયો તેમાં પોપ્યુલર મોબીલાઇઝેશન ફોર્સના મોટા નેતાનો સફાયો થયાનું મનાય છે. જો કે સત્તાવાર કોઇ જાહેરાત થઇ નથી.

આ પૂર્વે ગુરૂવારે મોડી રાત્રે ઇરાકની  રાજધાની બગદાદમાં હવાઇ હૂમલો કરી ઇરાનના અત્યંત સુસજ્જ - લડાકૂ એવા કુદ્સ ફોર્સના વડા મેજર જનરલ કાસિમ સુલેમાનીને મારી નાખવામાં આવેલ આ કાફલો બગદાદ એરપોર્ટ તરફ આગળ વધતો હતો ત્યારે મિસાઇલો છોડવામાં આવેલ.

આ હૂમલામાં ઇરાન સમર્થિત પોપ્યુલર મોબીલાઇઝેશન ફોર્સનો ડેપ્યુટી કમાન્ડર અબૂ મેહદી અલ મુહાંદિસ પણ માર્યો ગયેલ.

દરમિયાન હવે અમેરિકાએ ફરી એકવાર પોપ્યુલર મોબલાઇઝેશન ફોર્સને નિશાન બનાવ્યું છે. આ પહેલા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહેલ કે તેમનો દેશ  ઇરાન સાથે યુધ્ધ શરૂ કરવા માગતો નથી પણ કોઇ પણ ઇસ્લામિક દેશ વળતો પ્રહાર શરૂ કરશે તો તેને ભરી પીવા અમેરિકા તૈયાર છે. ટ્રમ્પના આ નિવેદન વચ્ચે જ અમેરિકાએ આ બીજો હૂમલો કર્યો છે.

(3:23 pm IST)