Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

ઇરાન મોટા વળતા હુમલાની તૈયારીમાં સમગ્ર વિસ્તાર આગની લપેટમાં આવે તેવો ભય

વિશ્વ ઝડપભેર ત્રીજા વિશ્વયુધ્ધ તરફઃ ઇરાન જો ઉંબાડીયું કરશે તો અમેેરિકા તુરત વળતા હુમલા કરશે જ

બગદાદ-તહેરાનઃ ઝડપભેર દુનિયા ત્રીજા વિશ્વયુધ્ધ તરફ આગળ વધી રહેલ છે. તાજેતરમાં ઇરાનના બીજા નંબરના તાકાતવાન નેતા જનરલ કાસિમ સુલેમાની અમેરિકાના ડ્રોન હુમલામાં માર્યા જતા સમગ્ર વિશ્વ પશ્ચિમ એશિયાના તનાવ ચરમસીમાએ છે.

વિશ્વની ૧૩મી સૌથી મોટી સૈન્ય તાકાત ધરાવતું ઇરાન અને સુપર પાવર અમેરિકા વચ્ચેનો વિવાદ ત્રીજા વિશ્વ યુધ્ધ તરફ ઢસડાઇ રહ્યાનો ડર સર્જાયો છે ત્યારે અમેરિકાએ ઇરાક સહિતના દેશમાં ૩હજાર વધુ સૈનિકો મોકલવાનો નિર્ણય લીધો છે.

તો બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેમનો દેશ ઇરાન સાથે યુધ્ધ કરવા ઇચ્છતો નથી પરંતુ જો મુસ્લિમ રાષ્ટ્રે કોઇ જવાબી કાર્યવાહી (સુલેમાનીના ઠાર મરાવાના બદલારૂપે અમેરિકી મથકો ઉપર હુમલો કર્યો) કરી તો  અમેરિકા તેને ભરી પીવા પુરેપુરી રીતે તૈયાર છે.

ફલોરિડામાં વેકેશન ગાળી રહેલ ટ્રમ્પે કહેલ કે સુલેમાનીની હત્યા ઇરાન સાથે વિવાદ વધારવા માટે નથી કરવામાં આવી, એક યુધ્ધ શરૂ કરવા નથી કરી પણ એક યુધ્ધ ખત્મ કરવા આ હત્યા કરી છે. ઇરાન છદમ સ્વરૂપે (પડદા પાછળ રહીને) લડાકૂઓનો ઉપયોગ પોતાના પડોશીઓને અસ્થિર કરવા કરી રહેલ છે જે બંધ થવું જોઇએ.

ઇરાન કોઇ પણ વળતો પ્રહાર કરશે તો અમેરિકાએ તેને નિપટવા લક્ષ્યોને શોધી જ રાખેલ છે. અને કોઇપણ જરૂરી પગલા લેવા સજ્જ છુ.

અમૈરિકાના ઉગરી કૈરોલીનાના ફોર્ટ બ્રેગની ૮૨મી એરબોર્ન ડિવીઝનના સૈનિકોએ સુલેમાનીને ખત્મ કરેલ.

આ અઠવાડીયે ૩ હજાર વધુ અમેરિકી સૈનિકોને અમેરિકી એલચી કચેરી સહિતના સ્થળોના રક્ષણ માટે મોકલ્યા તે પૂર્વે ૧૪ હજાર અમેરિકી સૈનિકોને ટ્રમ્પે પશ્ચિમ એશિયાના દેશોમાં મોકલ્યા છે.

અમેરિકાના વિદેશ પ્રધાન સતત ચીન-સૌદી અરબ-પાકિસ્તાન સહિતના દેશોના સંપર્કમાં છે. સોશ્યલ મિડિયા ઉપર ત્રીજા વિશ્વયુધ્ધની બાબત ભારે ટ્રેન્ડ કરી રહેલ છે. ઇરાન વળતા પ્રહારરૂપે પશ્ચિમ એશિયામાં આવેલ અમેરિકી લશ્કરી મથકો અને અમેરિકી સૈનિકોને નિશાન બનાવે તેવી શંકા સાથે ઇરાન હવે અમેરિકાના સહયોગી ઇઝરાયલના સુરક્ષા કર્મચારીઓ, મોર્મુઝની ખાડીમાં તેલ ટેન્કરો અને સાઉદી અરબના ઓઇલો ફીલ્ડો ઉપર હુમલો કરે તેવો ભય છે. ઇરાનને હિઝબુલ મુઝાહિદીન, હૈતી બળવાખોરો અને સિરીયાના પ્રમુખ બશર અલ અસદ મદદ કરે તેવી સંભાવના છે.

ઇરાન હવે મોટા પાયે વળતા હુમલાની તૈયારીમાં છે અને આ આખો વિસ્તાર એ આગની લપેટમાં આવી જાય તેવી સંભાવના છે.

(10:05 am IST)