Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

કોંગ્રેસના વરિષ્ઠ નેતા ચિદમ્બરમની મુશ્કેલી ઘટી નથી : વિમાન ખરીદી મામલે ઇડીએ ચાર કલાક પૂછપરછ કરી

તિહાડ જેલમાંથી છૂટ્યા બાદ એર ઈન્ડિયાના ઇડીએ 111 વિમાનની ખરીદી અંગે પૂછપરછ કરી

નવી દિલ્હીઃ પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમની ઈડીએ  6 કલાક પૂછપરછ કરી હતી. ઈડીએ ચિદમ્બરમની એર ઈન્ડિયા વિમાન ખરીદી સોદાને લઈને પૂછપરછ કરી હતી. આ પહેલા ઈડીએ પી ચિદમ્બરમને એર ઈન્ડિયાના 111 વિમાનની ખરીદીના સંબંધમાં 23 ઓગસ્ટે પૂછપરછ માટે બોલાવ્યા હતા. પરંતુ તેમની 20 ઓગસ્ટે આઈએનએક્સ મીડિયા મામલામાં સીબીઆઈએ ધરપકડ કરી લીધી હતી.

તિહાડ જેલમાંથી છૂટ્યા બાદ પી ચિદમ્બરમની પ્રથમ વખત પૂછપરછ થઈ છે. પી ચિદમ્બરમ તિહાડ જેલમાંથી એક મહિના પહેલા છૂટ્યા હતા. તેમને INX મીડિયા મામલામાં જામીન મળ્યા હતા. 
સૂત્રોનો દાવો છે કે મામલાની તપાસ કરવા સમયે, તે જાણવા મળ્યું હતું કે ખરીદીની ફાઇલને ચિદમ્બરમ પાસેથી મંજૂરી મળી અને તપાસકારો માટે ડીલના સંબંધમાં તેમની પૂછપરછ કરવી જરૂરી થઈ ગઈ હતી. એરબસથી 43 વિમાન ખરીદવાના કરાર 2009માં ચિદમ્બરમની આગેવાનીમાં મંત્રીઓની એક પેનલે નક્કી કર્યો હતો. આ ડીલને લઈને ઈડી પૂર્વ ઉડ્ડયન પ્રધાન પ્રફુલ્લ પટેલની પણ ત્રણ વખત પૂછપરછ કરી ચુક્યું છે

(12:00 am IST)