Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

પાકિસ્તાનમાં નનકાના સાહિબ ગુરૂદ્વારા પર હુમલાથી ભારત આક્રમકઃ કહ્યું- શીખોની સુરક્ષા અને દોષિતો સામે કાર્યવાહી કરો

શીખ સમુદાય પર હુમલો અને ગુરૂદ્વારામાં તોડફોડના દોષીતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા ચેતવણી

નવી દિલ્હીઃ શીખોના પવિત્ર ધર્મસ્થળોમાંથી એક પાકિસ્તાન સ્થિત નનકાના સાહિબ ગુરૂદ્વારા પર પથ્થરબાજીની ઘટના પર ભારતે આક્રમક વિરોધ વ્યક્ત કર્યો છે. ભારતે પાકિસ્તાનને ફટકાર લગાવતા કહ્યું કે, તે પવિત્ર ધર્મસ્થળો અને શીખો પર હુમલાના જવાબદાર લોકો વિરુદ્ધ કાર્યવાહી કરે.

વિદેશ મંત્રાલયે નિવેદન જારી કરી કહ્યું, 'શીખ સમુદાય પર હુમલો અને ગુરૂદ્વારામાં તોડફોડની ઘટનામાં દોષી લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. આ સાથે પાકિસ્તાન સરકારને પવિત્ર નનકાના સાહિબ ગુરૂદ્વારાની પવિત્રતાને સુરક્ષિત તથા સંરક્ષિત રાખવા માટે દરેક ઉપાય કરવા જોઈએ.'

 આજે બપોરથી ટોળાએ ગુરૂદ્વારાને ઘેરી લીધું છે. ઘટના બાદ સ્થળ પર મોટી સંખ્યામાં પોલીસને તૈનાત કરવામાં આવી છે, પરંતુ સ્થિતિ હજુ તણાવપૂર્ણ છે. આ ઘટના સંબંધિત એક વીડિઓ વાયરલ થયો છે, જેમાં એક કટ્ટરપંથી ત્યાંના શીખોને નનકાના સાહિબથી ભગાડવાની ધમકી આપી રહ્યો છે.

(1:02 am IST)