Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

આયરલેન્ડના પ્રધાનમંત્રી લિયો વરાડકર પોતાના પરિવાર સાથે મહારાષ્ટ્રમાં પૈતૃક ગામ પહોંચ્યા

વરદ મુંબઈથી 500 કિ.મી દૂર સ્થિત માલવાન તહેસીલમાં આવેલું પૈતૃક ગામનો પહેલો પ્રવાસ

 

આયરલેન્ડના પ્રધાનમંત્રી લિયો વરાડકર મહારાષ્ટ્રના સિંધુદૂર્ગ જિલ્લાના પોતાના પૈતૃક ગામમાં પહોચ્યા હતા. તેઓ પોતાના પરિવારના સભ્યો સાથે ભારતના પ્રવાસે આવ્યા છે. આયરલેન્ડના પ્રધાનમંત્રી લિયો વરાડકરે પ્રવાસને ખાસ અને નજીકની પળ કહી હતી.

જૂન 2017માં આયરલેન્ડના પ્રધાનમંત્રી બન્યા પછી લિયો વરાડકરનો પોતાના પૈતૃક ગામનો પહેલો પ્રવાસ છે. તેમનું પૈતૃક ગામ વરદ મુંબઈથી 500 કિ.મી દૂર સ્થિત માલવાન તહેસીલમાં આવેલુ છે. લિયો વારાડકરના પિતા અશોક વરાડકર એક ડૉક્ટર છે. અને તેમનો પાયો વરદ ગામ સાથે જોડાયેલો છે. તેમના પિતા 1960માં યુકે જઇને વસી ગયા હતા.

આયરલેન્ડના પ્રધાનમંત્રી લિયો વરાડકરના ગ્રામજનોએ તેમનું સ્વાગત ખુબ ઉત્સાહભેર કર્યુ હતું. વરાડકરના પરિવારના એક સાથે ત્રણ પેઢી એકત્રિત થઇ હતી તેથી તેમણે પળને ખુબ ખાસ ગણાવી હતી. આયરલેન્ડના પ્રધાનમંત્રીએ પોતાના પૈતૃક ગામની કુળદેવીના મંદિરમાં દર્શન કરવા પણ પહોંચ્યા હતા.

(11:39 pm IST)