Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

પશ્ચિમ બંગાળમાં ફટાકડા ફેકટરીમાં ભયંકર વિસ્ફોટ : પાંચ લોકોના કરૂણમોત : અનેક ઘાયલ

પ્રચંડ વિસ્ફોટનો આવાજ એક કી,મી,સુધી સંભળાયો : આસપાસની ઈમારતોને નુકશાન

કોલકતા : પશ્ચિમ બંગાળની ફટાંકડા ફેક્ટરીમાં વિસ્ફોટ થયો છે રાજ્યના ઉત્તર 24 પરગણા જીલ્લાનાં નૈહાટી વિસ્તારમાં એક ફટાકડા ફેક્ટરીમાં વિષ્ફોટ થયો હતો.જેમાં પાંચ લોકોના મોત નિપજ્યા છે અને અનેક લોકો ઘાયલ થયા છે ફાયરફાઇટરોની ગાડીઓ દોડી ગઈ છે અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.

ફટાકડાની ફેક્ટરીમાં થયેલો વિષ્ફોટ એટલો પ્રચંડ હતો કે એક કિલોમીટર સુંધી તેનો અવાજ સંભળાયો હતો, સ્થાનિક લોકોનું કહેનું છે કે વિષ્ફોટનાં કારણે ફેક્ટરીની આસપાસ ઘણી ઇમારતોને નુંકસાન થયું છે.

 

(12:00 am IST)