Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

કાશ્મીરમાં અંકુશરેખા પાસે સુરંગ ધડાકો થયો

બ્લાસ્ટમાં સેનાના ચાર જવાન ઘાયલ

જમ્મુ, તા. ૩ : જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં આજે એક લેન્ડમાઇન બ્લાસ્ટ થતાં સેનાના ચાર જવાન ઘાયલ થયા હતા. માઇન બ્લાસ્ટની ઘટના રાજૌરી નજીક અંકુશરેખા પાસે બની હતી. આ ઘટનામાં ઘાયલ થયેલા જવાનોને ઉધમપુરની લશ્કરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શુક્રવારના દિવસે નૌશેરા જિલ્લાના કલાલ સેક્ટરમાં અંકુશરેખા પાસે માઇન બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં ભારતના એક લેફ્ટી સહિત ચાર જવાન ઘાયલ થયા હતા. ઘાયલ થયેલા જવાનોને રાજૌરી લશ્કરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘાયલ થયેલા જવાનો પૈકી તમામની હાલત સુધારા ઉપર છે. ૩૧મી ડિસેમ્બરના દિવસે પણ નૌશેરામાં આવો જ એક બ્લાસ્ટ થયો હતો જેમાં એકને ઇજા થઇ હતી.

(12:00 am IST)