Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

જમ્મુ કાશ્મીરમાં 370 મી કલમ રદ કરવાનું પગલું ગેરવ્યાજબી : નવો નાગરિકતા કાનૂન ( CAA ) પણ વિશ્વ વ્યાપ્ત મુસ્લિમો માટે અન્યાયી : ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસ વુમન સુશ્રી પ્રમીલા જયપાલનો વિરોધ યથાવત

વોશિંગટન : અમેરિકાની મુલાકાત સમયે ભારતના વિદેશમંત્રી સુબ્રમનિયમ જયશંકરએ  જેમને મળવાનો ઇન્કાર કર્યો હતો તથા અવગણના કરી હતી તે ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસ વુમન સુશ્રી પ્રમીલા જયપાલનો જમ્મુ કાશ્મીરમાંથી 370 મી કલમ રદ કરવા સામે વિરોધ ચાલુ જ છે.એટલું જ નહીં તાજેતરમાં અમલી બનાવાયેલા નવા નાગરિકતા કાનૂન  ( CAA ) સામે પણ તેમણે વિરોધ નોંધાવ્યો છે.

સુશ્રી જયપાલે જણાવ્યું હતું કે નવા નાગરિકતા કાનૂનને કારણે વિદેશી  મુસ્લિમો સિવાયના લોકોને ભારતનું નાગરિકત્વ મળશે તે બાબત વિશ્વ વ્યાપ્ત મુસ્લિમ  સમુદાય માટે અન્યાયકારી છે.

તેમણે ઉમેર્યું હતું કે ભારત દેશ મારી જન્મભૂમિ છે.જયારે  અમેરિકા કર્મભૂમિ છે.તેમ છતાં માનવ અધિકારને ધ્યાને લેતા ભારત સરકારે લીધેલા ઉપરોક્ત બંને નિર્ણયો સામે મારો  વિરોધ છે.

(12:46 pm IST)