Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા ક્ષેત્રના સૌપ્રથમ ભારતીય મૂળના સાંસદનો વિક્રમ સુશ્રી કૌશલ્યાબેન વાઘેલાના ફાળે : ઈમિગ્રન્ટ્સની મુશ્કેલીઓને વાચા આપવા સાંસદ બન્યા : શરૂઆતના દિવસોમાં પતિએ ટેક્સી ડ્રાઈવર તરીકે તથા પોતે વેઇટ્રેસ તરીકે કામ કર્યું હતું

વિક્ટોરિયા : 50 ટકા સ્ત્રીઓ તથા 50 ટકા પુરુષોની વસ્તી ધરાવતા ઑસ્ટ્રેલિયાની પાર્લામેન્ટમાં પણ 50 ટકા મહિલા સાંસદો છે.જેમાં ગુજરાતના જામનગરના વતની સુશ્રી કૌશલ્યાબેન વાઘેલાનો પણ સમાવેશ થાય છે.જેમના ફાળે વિક્ટોરિયા ક્ષેત્રના સૌપ્રથમ ભારતીય મૂળના સાંસદનો વિક્રમ નોંધાયો છે.

 પતિ સાથે ઑસ્ટ્રેલિયામાં પ્રવેશ કર્યાના શરૂઆતના દિવસોમાં તેમને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો.શરૂઆતના દિવસોમાં પતિ શ્રી દિનેશ ચૌહાણએ  ટેક્સી ડ્રાઈવર તરીકે તથા પોતે વેઇટ્રેસ તરીકે કામ કર્યું હતું આગળ જતા સ્વતંત્ર વ્યવસાયમાં ઝંપલાવતા ઈમમિગ્રન્ટ્સની મુશ્કેલીઓનો ખ્યાલ આવ્યો હતો તેથી તેમના પ્રશ્નોને વાચા આપવા સાંસદ બન્યા છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:54 am IST)